મહિલાને બંધક બનાવીને અને નશીલી દવા આપીને સતત 10 દિવસ સુધી આરોપી આચરતો રહ્યો દુષ્કર્મ- જાણો કયાની છે ઘટના

રાજસ્થાન: રાજસ્થાનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાન રાજ્યમાં તાવની તપાસ કરવા માટે ગયેલી એક મહિલાને ઇન્જેક્શન આપ્યું હતું અને તે બેભાન થઇ ગઈ…

રાજસ્થાન: રાજસ્થાનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાન રાજ્યમાં તાવની તપાસ કરવા માટે ગયેલી એક મહિલાને ઇન્જેક્શન આપ્યું હતું અને તે બેભાન થઇ ગઈ હતી. મહિલાને તે જ હાલતમાં દહેરાદુન લઇ જવામાં આવી હતી અને ત્યાં સતત ૧૦ દિવસ સુધી નશીલી દવા આપીને તેમની છેડતી અને તેમનું શારીરિક શોષણ કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને બેભાન રાખવા માટે તેમને દેહરાદુનમાં વધુમાં વધુ માત્રામાં દવાઓ આપવામાં આવી હતી અને તેમના પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વધુ માત્રામાં દવા આપવાને કારણે તેમની આંખોની રોશની ગાયબ થઇ ગઈ હતી અને તે આંધળી બની ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને દહેરાદુનથી પકડીને રાજસ્થાન લાવવામાં આવ્યો છે.

પીડિત મહિલાની માતાની ફરિયાદને આધારે પોલીસે તાત્કલિક જ ફરિયાદ દાખલ કરી હતી. પીડિત મહિલાની માતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી ગયા મહીને ૧૮ જુનના રોજ શાકભાજી અને ફળો ખરીદ્યા બાદ તાવ તાવની તપાસ કરવા માટે મેડીકલ શોપ પર તપાસ કરાવવા માટે ગઈ હતી. ત્યાં મહિલાને નશીલું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને તે બેભાન થઇ ગઈ હતી અને ત્યારબાદ તેમને કારમાં બેસાડીને દહેરાદુન લઇ જવામાં આવી હતી. ત્યાં મહિલાને 10 દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી.

પોલીસ એસ.પી.એ એક ટીમ બનાવી જેમને દહેરાદૂન મોકલી દેવામાં આવી હતી અને આરોપીને કસ્ટડીમાં લઈ સોમવારે પાલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *