રક્ષાબંધનનાં તહેવારને સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દરમિયાન મધ્યપ્રદેશમાંથી એક ઘટના સામે આવી છે, જ્યાં છેડતીના આરોપીને ઈન્દોર હાઇકોર્ટે જામીન પર મુક્ત પણ કરી દીધો છે. હાઈકોર્ટનાં આદેશમાં કહેવામાં આવ્યું છે, કે આરોપી રક્ષાબંધન પર પીડિતાનાં ઘરે જશે તેમજ તેની સાથે રાખડીને બાંધીને તેનાં બચાવનું વચન પણ આપશે.
સમગ્ર મામલો ઉજ્જૈનનાં ખાચરોદ નજીકનો છે, જ્યાં આરોપી પર એપ્રિલ મહિનામાં બપોરનાં 2 વાગ્યે પાડોશમાં રહેતી એક મહિલાનાં ઘરે જઈને છેડતી કરવાનો આરોપ મૂકયો હતો. ઉજ્જૈન જીલ્લાનાં પોલીસ સ્ટેશન ભાટપચલાણામાં FIR નોંધાયા પછી આરોપીને પોલીસે પકડીને લઇને ખાચરોદની કોર્ટમાં રજૂ પણ કર્યો હતો.
ત્યારપછી આરોપીને ખાચરોડની કોર્ટે જેલમાં પણ મોકલી આપ્યો હતો. આરોપીએ જિલ્લા અદાલતમાં જામીન માટેની અરજી પણ કરી હતી, જેને રદ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ ઈન્દોર હાઇકોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી તેમજ હાઇકોર્ટનાં જસ્ટિસ રોહિત આર્યની સિંગલ બેંચે આ આદેશ આપ્યો હતો.
પોલીસે આરોપીને એ શરત પર જેલમાંથી મુકત કરી હતી, કે એ મહિલાને રક્ષાબંધન પર રાખડી બાંધીને તેનું રક્ષણ કરવાનું વચન આપશે તેમજ તેનાં વળતર તરીકે પીડિતની થાળીમાં કુલ 11,000 રૂપિયા પણ મૂકશે. આટલું જ નહીં, એ મહિલાના બાળકને પણ ભેટ તરીકે કુલ 5,000 રૂપિયા પણ આપશે.
રક્ષાબંધન પર આરોપીએ સવારે 11:00 વાગ્યે આરોપીનાં ઘર પર જશે તેમજ રાખડી પણ બાંધશે તથા તેનો ફોટો કોર્ટ સમક્ષ પણ રજૂ કરશે. આ શરત પર, ઇન્દોર હાઇકોર્ટની સિંગલ બેંચે આરોપીને જામીન પર મુક્ત કરી દીધો છે.
આરોપીનાં વકીલે કહ્યું હતું, કે અમે જામીન માટેની અરજી કરી હતી. કોર્ટે શરતી જામીન આપી પણ દીધા છે. આ સ્થિતિમાં, આરોપી રાખડી બાંધશે તેમજ એની સુરક્ષા કરવાનું વચન પણ આપશે તેમજ વળતર તરીકે કુલ 11,000 રૂપિયા મહિલાને આપશે. આની ઉપરાંત, મહિલાનાં બાળકને પણ ભેટરૂપે કુલ 5,000 રૂપિયા આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP