સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara)ની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ(Mischief) કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ફક્ત 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી. સોમવારના રોજ આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો. જેમાં આજે મંગળવારના રોજ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર એક મહિનાની અંદર એટલે કે 28 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી હોય તેવો ગુજરાતના ઈતિહાસનો સૌ પ્રથમ ચુકાદો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટએ બાળકોનું જાતીય શોષણ અટકાવવા માટે બનાવવામાં આવેલો કાયદો છે આ કાયદો 2012 માં લાગુ કરવામાં આવ્યો હતો. સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસ દ્વારા 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી.
બાળકીનું ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. માત્ર 3 દિવસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
પાંડેસરા-વડોદમાં મહિના અગાઉ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો અને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં 38 વર્ષના આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવી આરોપી સામેનો ચુકાદો આજે મંગળવારના રોજ સુધી મુલત્વી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ હતું કે, આરોપીએ માત્ર બાળકીની જ નહીં, પરંતુ ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
ગૃહરાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ જે રીતે યુવા મંત્રી હર્ષ સંઘવી વચન આપ્યું હતું કે, ગુજરાતમાં કોઈ ચમરબંધી ચલાવી લેવામાં આવશે નહીં એ રીતે ઉપરાછાપરી ગૃહ વિભાગ દ્વારા સતત કામગીરી કરીને ભોગ બનનારને ન્યાય અપાવી રહ્યા છે સાથે સાથે ગૃહ પ્રધાન દ્વારા ડ્રગ્સ માફિયાઓ ને પણ સબક શિખવાડવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.