સુરત(ગુજરાત): સુરતના રાંદેરમાં 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ નજરે જોવા મળ્યો છે. પિતાની સાથે કામ કરતા મિત્રએ જ દીકરી સમાન 14 વર્ષની કિશોરી સાથે મીઠી મીઠી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. માનસિક તણાવગ્રસ્ત કિશોરીએ પરેશાન થઈને સમગ્ર ઘટના માતાને જણાવી હતી. પિતાની સાથે બાંધકામમાં કામ કરતા મોહંમદ જમીલ એ એકલતાનો લાભ લઇ બળજબરીથી ઘરમાં ઘૂસી બાળકી પર દુષ્કર્મ આચારીયું હોવાનું સામે આવ્યું હતું. રાંદેર પોલીસે કિશોરીની ફરિયાદના આધારે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.
જમીલ પોતે પરણિત છે અને તેને એક પુત્રી પણ છે. જ્યારે બીજો આરોપી અંજાર શેખ પણ પરિણીત છે. બાળકીના માતા પિતા ઘરની બહાર જતા ત્યારે અજાર જમીલને બાળકી એકલી ઘરે હોવાની જાણ આપતો હતો. ત્યારે નરધામ જમીલ ઘરમાં ઘુસી બાળકી પર દુષ્કર્મ આચાર્યો હતો. ત્યારે અંજાર ઘર બહાર ઉભો રહી ચોકીદારી કરતો હતો. આ ગુનામાં પોલીસને જમીલના મિત્રની પણ મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી છે.
ડી.સી પીના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં નાની બાળા પર દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે. સરકાર આવા નરાધમ પર આકરા પગલાં લઈ રહી છે. ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા આપી એક દાખલો બેસાડવા માટે પોલીસ કાર્યવાહી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.