વરાછામાં બેકારી અને ગૃહકંકાસથી કંટાળી ગયેલા ઘરના મોભીએ લગભગ 25 દિવસ અગાઉ ઘોર નિદ્રામાં સૂતેલા ત્રણ સંતાન અને પત્ની ઉપર એસિડ ફેંક્યું હતું અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીરપણે દાઝી ગયેલી મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. વરાછા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા રોડ અર્ચના સ્કૂલ નજીક હરિધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય હંસાબેન છગનભાઈ વાળા, તેમની 18 વર્ષીય પુત્રી અલ્પા, 25 વર્ષીય પુત્રી પ્રવિણા અને 21 વર્ષીય પુત્ર ભાર્ગવ ગત આઠમી ઓગસ્ટની વહેલી સવારે ઘરમાં મીઠી નિદ્રા માણી રહ્યા હતા ત્યારે હંસાબેનના પતિ છગનભાઈએ પત્ની અને ત્રણેય સંતાનો પર એસિડ ફેંક્યું હતું અને ફરાર થઇ ગયા હતા. ગંભીરપણે દાઝી ગયેલા ત્રણ સંતાન અને તેમની માતાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. છેલ્લા 25 દિવસથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હંસાબેનનું આજે સવારે મોત નિપજ્યું હતું.
આ બનાવમાં અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૃ કરનાર વરાછા પોલીસે હંસાબેનના મોતને પગલે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે બેકારી અને ગૃહકંકાસથી કંટાળી એસિડ ફેંક્યા બાદ ભાગી છૂટેલા છગનભાઈ હજુ મળ્યા નથી. વરાછા પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.