‘કાયદાની ઐસી કી તૈસી’: ACP સાહેબે જ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરીને કોરોનાના નિયમોના ઉડાડ્યા લીરેલીરા

કોરોના મહામારી દરમિયાન વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેરમાં હજુ પણ કોઇ પણ પ્રકારના કાર્યક્રમો કે ઉજવણી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી…

કોરોના મહામારી દરમિયાન વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેરમાં હજુ પણ કોઇ પણ પ્રકારના કાર્યક્રમો કે ઉજવણી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ માસ્ક વિના ફરનારા લોકોને પણ પોલીસ સરકારના કહ્યા અનુસાર દંડ ફટકારી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તો ઓ કેટલી હદે યોગ્ય કહેવાય? ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરથી સામે આવી છે. જેમાં ACP કક્ષાના અધિકારીઓ દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે.

સુરતમાં ACP કક્ષાના અધિકારીઓએ જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરતા ભારે વિવાદ સર્જાયો છે. ટ્રાફિક પોલીસના ACP અશોકસિંહ ચૌહાણએ સુરત શહેરના દિલ્લી ગેટ વિસ્તારમાં જાહેરમાં કેક કટિંગ કરીને  જન્મદિવસની ઉજવણી કરી હતી. તે દરમ્યાન તેમણે પોલીસ કમિશનરના જાહેરનામાં તેમજ કોરોનાના નિયમોના ખુલેઆમ લીરેલીરા ઉડાડ્યા હતા.

સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું હોવાં છતાં ટ્રાફિક પોલીસના ACP જ જાણે કે ભાન ભૂલી ગયા હોય તેમ જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી હતી. ACP સાથે ઉજવણીમાં જોડાયેલા અન્ય કેટલાક લોકો પણ માસ્ક વગર જોવા મળ્યાં હતાં. લોકોને કાયદો શીખવાડતી પોલીસ જ કાયદાની ઐસીતૈસી કરતી જોવા મળતા પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

શું ટ્રાફિક પોલીસના ACP ને કોઇ જ કોરોનાના નિયમો લાગુ નથી પડતાં? જો સામાન્ય નાગરિકો જાહેરમાં જ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરે તો તેમની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે ખુદ ટ્રાફિક ACP જ સરેઆમ નિયમોનો ભંગ કર્યો છે. ત્યારે ટ્રાફિક ACP સામે ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *