અમદાવાદ ભાજપ કોર્પોરેટરના ગ્રુપમાં જોવા મળી અશ્લીલતા -કાર્યકર્તાએ ગ્રુપમાં મૂકી દીધો અશ્લીલ વીડિયો

ગુજરાત માંથી અવાર-નવાર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા અશ્લીલ ફોટા અને મેસેજ મૂકવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં…

ગુજરાત માંથી અવાર-નવાર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા અશ્લીલ ફોટા અને મેસેજ મૂકવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદના ભાજપના કોર્પોરેટરના એક વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કાર્યકર્તાએ પોર્ન વીડિયો અપલોડ કરી દીધો હતો અને ત્યાર પછી આ ગ્રુપના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અત્રે ઉલેખનીય છે કે, જે ગ્રુપમાં પોર્ન વીડિયો મૂકવામાં આવ્યો હતો તે ગ્રુપમાં મહિલા કાર્યકર્તાઓ પણ સામેલ હતી. જોકે, ત્યાર પછી કોર્પોરેટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને પોર્ન વીડિયો ગ્રુપમાં અપલોડ કરનારને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યો હતો.

અમદાવમાં ભાજપ કોર્પોરેટર મહેશ પટેલ દ્વારા ભાઈપુરા અને હાટકેશ્વર વોર્ડના નામે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ વોટ્સએપ ગ્રુપ માં ભાજપના કાર્યકર્તા દ્વારા પોર્ન વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ભાઈપુરા અને હાટકેશ્વર વોર્ડના ગ્રુપમાં કેટલાક મહિલા કાર્યકર્તાઓ અને કેટલાક દિગ્ગજ નેતાઓ પણ સામેલ હતા. જેના કારણે આવો વીડિયો ગ્રુપમાં આવતા મહિલાઓને શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું.

મળતી માહિતી અનુસાર, જોકે, ત્યાર પછી આ વિડીયો કોર્પોરેટર મહેશ પટેલના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પોર્ન વીડિયો અપલોડ કરનાર વ્યક્તિને ગ્રુપમાંથી રીમુવ કરી દીધો હતો. આ સમગ્ર ઘટના દરમ્યાન ગ્રુપમાંથી વીડિયો ડીલીટ થાય તે પહેલા વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા.

જોકે, ત્યાર પછી પોતાનો બચાવ કરતા ભાજપના કોર્પોરેટર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આ ગ્રુપમાં એક કાર્યકર્તાના બે વોટ્સએપ નંબર એડ હતા. એ કાર્યકર્તાએ તેનો જુનો મોબાઇલ ગોધરાની કંપનીમાં કામ કરતા એક વ્યક્તિને વાપરવા માટે આપ્યો હતો અને તે વ્યક્તિએ ભૂલથી આ ગ્રુપમાં આવો વીડિયો અપલોડ કરી દીધો છે. મારા ધ્યાનમાં આવતાની સાથે જ ગ્રુપમાંથી વીડિયોને તાત્કાલિક ડીલીટ કરી દેવામાં આવ્યો છે અને વીડિયો જે નંબરથી ગ્રુપમાં મુકવામાં આવ્યો હતો તે નંબરને પણ ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *