રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ સિંઘમમાં અજય દેવગનની સાથે દેખાયેલી હસીન અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલમાં ભારતના એક દીગજ રમતવીર સાથે ડેટિંગના સમાચારમાં છે.
શું કાજલ લિએન્ડર પેસને ડેટ કરી રહી છે?
બોલીવુડ હંગામા એ પોતાના સુત્રોને ટાંકીને લખ્યું છે- ‘આ સમયે બંને એકબીજાને ખૂબ સારી રીતે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો મીડિયા તેમના સંબંધોને ચમકાવી ન દેત, તો બંને વચ્ચે સંબંધો વધી શકે છે. હમણાં તેમને પર્સનલ જગ્યાની જરૂર છે. તેમના સંબંધો વિશે કંઈ સ્પષ્ટ નથી.”
તમને જણાવી દઈએ કે, 2019 માં એક ચેટ શોમાં, કાજલે તેના લગ્નની યોજનાઓ વિશે જણાવ્યું હતું કે તે જલ્દી જ લગ્ન કરવાનું વિચારી રહી છે. જોકે તેણે તેની રિલેશનશિપ સ્ટેટસ વિશે બોલવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે કહ્યું હા હું જલ્દીથી મારા લગ્નની યોજના બનાવીશ. કાજલે તેના ભાવિ પતિના લક્ષણો વિશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું – ઘણી વસ્તુઓ છે. પરંતુ મારા મતે, સૌથી અગત્યની બાબત એ છે કે તેણે આધ્યાત્મિક, દેખભાળ અને મારા વિશે ખૂબ ચિંતિત રહેવું જોઈએ.
ઉલ્લેખીય છે કે તે ઘણી વખત લીએન્ડર પેસ સાથે જોવા મળી છે. જે ભારતના દિગ્ગજ ઇન્ટરનેશનલ ટેનીસ ખેલાડી છે. અને બોલીવુડની કેટલીય ચેનલોએ આ બંનેના ગાઢ મૈત્રી સબંધને દેખાડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news