KGF ચેપ્ટર 2 માટે યશ, સંજય દત્ત સહીત દરેકને એટલા રૂપિયા મળ્યા છે કે, આંકડો જાણી ચોંકી ઉઠશો

KGF ચેપ્ટર 2 એ આગામી ડ્રામા એક્શન મૂવી છે જે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક ફિલ્મ છે. આ ફિલ્મ 2018ની બ્લોકબસ્ટર ફિલ્મ KGF ચેપ્ટર 1 ની સિક્વલ છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. મળેલ અહેવાલો મુજબ, KGF Chapter 2 એ અત્યાર સુધીની સૌથી મોંઘી કન્નડ ફિલ્મ છે જેનું બજેટ 100 કરોડ રૂપિયા છે. KGF Chapter 2 ના કલાકારોએ તેમની આગામી ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે તેના પર એક નજર નાખો.

યશ:
અભિનેતા યશ KGF 2 માં રાજા કૃષ્ણપ્પા બૈરિયા ઉર્ફે રોકી ભાઈની ભૂમિકા ભજવતો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ આ ફિલ્મ માટે 25 થી 27 કરોડ જેટલા રૂપિયા લીધા છે.

સંજય દત્ત:
આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત અધીરાની ભૂમિકા ભજવતા દેખાશે. સંજય દત્તએ આ ફિલ્મ માટે 9 થી 10 કરોડ જેટલા રૂપિયા વાસુલીયા છે.

રવિના ટંડન:
અભિનેત્રી રવિના ટંડન આ ફિલ્મમાં ભારતના વડાપ્રધાન રમિકા સેનની ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી અનુસાર અભિનેત્રીએ આ ફિલ્મ માટે 1-2 કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શ્રીનિધિ:
અભિનેત્રી શ્રીનિધિ KGF 2 માં રીના દેસાઈની મુખ્ય ભૂમિકા ભજવશે. મળતા અહેવાલો અનુસાર, અભિનેત્રીએ આ ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પ્રશાંત નીલ:
KFG શ્રેણીના નિર્દેશક અને લેખન પ્રશાંત નીલે અહેવાલ મુજબ ફિલ્મ માટે 15-20 કરોડ રૂપિયા લીધા છે.

પ્રકાશ રાજ:
અભિનેતા પ્રકાશ રાજ ફિલ્મમાં વિજયેન્દ્ર ઈંગલાગીની ભૂમિકા ભજવશે અને મળતા અહેવાલો અનુસાર, અભિનેત્રીએ આ ફિલ્મ માટે 80-82 લાખ રૂપિયા લીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

માલવિકા અવિનાશી:
અભિનેત્રી માલવિકા અવિનાશ આ ફિલ્મમાં એક ન્યૂઝ ચેનલની ચીફ એડિટર દીપા હેગડેની ભૂમિકા ભજવશે. અહેવાલ મુજબ, અભિનેત્રીએ આ ફિલ્મ માટે 60-62 લાખ રૂપિયા લીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અનંત નાગ:
અભિનેતા અનંત નાગ આ ફિલ્મમાં આનંદ ઈંગલાગીની ભૂમિકા ભજવશે અને તેણે તેની ભૂમિકા માટે 50-52 લાખ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *