વજન ઘટાડીને ફિટ થઈ એક્ટ્રેસ અને મિનિસ્ટર સ્મૃતિ ઈરાની- ફોટા જોઇને તમે પણ ચૌકી જશો

Published on: 12:17 pm, Thu, 17 June 21

સ્મૃતિ ઈરાનીના ચાહકો ચોંકી ઉઠયા છે. તેનું બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને.ટીવી હોસ્ટ મનિષ પોલ હાલના દિવસોમાં એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની ને તેમના ઘરે મળવા ગયા હતા. મનીષ પોલ સ્મૃતિ ઈરાનીની એક તસવીર શેર કરી હતી.

આટલું જ નહીં મનિષ પોલે રમૂજ કરતાં કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાનીએ ચાના બદલે ઉકાળો પીવો આપ્યો હતો. આજ તસવીરમાં સ્મૃતિ ઈરાની એકદમ ફિટ જોવા મળે છે.

મનીષ પોલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, સ્મૃતિ મેમ એક કપ ઉકાળા માટે આભાર.આ ઘટના બાદ સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું ‘ઉકાળા યુક્ત,ચિંતામુક્ત’

 

View this post on Instagram

 

A post shared by Maniesh Paul (@manieshpaul)

સ્મૃતિ ઈરાની નું વજન ખાસ્સુ ઘટેલું જોવા મળ્યું હતું. મનીષ પોલે જે તસવીરો શેર કરી છે. તેને ધ્યાનથી જોવામાં આવે તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નું વજન ખાસ્સુ ઘટી જોવા મળે છે.અને તે એકદમ ફિટ લાગે છે તેનું બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકોને પણ નવાઈ લાગી હતી.

સ્મૃતિ ઈરાનીને ગયા ઓક્ટોબર મહિનામાં કોરોના થયો હતો. તેને કોરોના રિપોર્ટ ની જાણકારી આપતા કહ્યું હતું કે, આવું મારી સાથે ભાગ્યે જ થાય છે, જ્યારે મારે કોઈ વાત કહેવી છે અને મને કોઈ શબ્દો મળતા નથી.

અને તેને તેની સંપર્ક માં આવેલા લોકોને કોરોના રિપોર્ટ કરાવવા અપીલ કરી હતી.સ્મૃતિ ઈરાનીએ લોકડાઉન માં ઘણા લોકોને રાશન, ઓક્સિજન, માસ્ક, સાબુ જેવી વસ્તુઓનું દાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.