યુવાનોના દિલની ધડકન મૌની રોય આ વ્યક્તિ સાથે લગ્નના તાંતણે બંધાશે- દુલ્હાનો ફોટો જોઈ આંખો પહોળી થઇ જશે

કેટલાય યુવાનોની દિલની ધડકન છે મૌની રોય(Mauni Roy). હાલ જાણવા મળ્યું છે કે, બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ(Actress) મૌની રોય બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર(Suraj Nambiar) સાથે લગ્ન કરવાની છે. મૌની આવતા વર્ષે જાન્યુઆરીમાં દુબઈ(Dubai) કે ઈટાલી(Italy)માં લગ્ન કરશે. પશ્ચિમ બંગાળના નાનકડા શહેર કૂચ બિહારની મૌની રોય હોમટાઉનમાં પણ ફંક્શન રાખવાની હોવાનું સામે આવ્યું છે.

મંદિરાના ઘરે પેરન્ટ્સ સાથે મુલાકાત થઈ હતી
જાણવા મળ્યું છે કે, આ વર્ષની શરૂઆતમાં મૌનીની માતા મંદિરા બેદીના ઘરે સૂરજના પેરન્ટ્સ મળ્યા હતા. એક્ટ્રેસના કઝિન વિદ્યુત રોય સરકારે કૂચ બિહારના લોકલ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં મૌનીના લગ્ન અંગે વાત કરી હતી.

હોમટાઉનમાં પણ ફંક્શન
વિદ્યુતે જણાવ્યું હતું કે, મૌની જાન્યુઆરી, 2022માં સૂરજ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ રહેશે અને એ દુબઈ અથવા તો ઈટાલીમાં યોજાશે. આ ઉપરાંત, ડેસ્ટિનેશન વેડિંગ બાદ કૂચ બિહારમાં પણ એક ફંક્શન યોજવામાં આવશે. તે પોતાના પરિવાર સાથે મૌનીના લગ્નમાં હાજરી આપશે.

કોણ છે સૂરજ નામ્બિયાર?
સૂરજ દુબઈમાં બેંકર તથા બિઝનેસમેન છે. તે બેંગલુરુના એક જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૂરજ તથા મૌની લાંબા સમયથી એકબીજાના રિલેશનશિપમાં હોવાનુ સામે આવ્યું છે.

આ બે એક્ટર સાથે સંબંધો હતા
જાણવા મળ્યું છે કે, મૌનીના સંબંધો આ પહેલાં ગૌરવ ચોપરા સાથે હતા. ગૌરવથી અલગ થયા બાદ મૌનીના સંબંધો મોહિત રૈના સાથે હતા. જોકે, આ સંબંધોને 2018માં અંત આવી ગયો હતો.

‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે 
આ ઉપરાંત, જો મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની છેલ્લે ફિલ્મ ‘લંડન કોન્ફિડેન્શિયલ’માં જોવા મળી હતી. આ ફિલ્મ સપ્ટેમ્બર, 2020માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે મૌની અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા રણબીર કપૂર-આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *