ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર, આ તારીખે ગુજરાતમાંથી ચોમાસું વિધિવત રીતે લેશે વિદાય

ગુજરાત(Gujarat): રાજ્યમાં હવે ચોમાસા(Monsoon)ને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે અંતિમ ચરણમાં છે. સાથે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હવે ચોમાસા(Monsoon)ને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે અંતિમ ચરણમાં છે. સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 ઓક્ટોબર(6 October)થી ચોમાસું(end of the monsoon) હવે વિધિવત રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આ પ્રકારની સત્તાવાર રીતે જાહેરાત કરીને માહિતી આપવામાં આવેલ છે.

ગુજરાત પરથી શાહીન વાવાઝોડાનું સંકટ ટળ્યું:
અગાઉ પણ રાજ્યનાં શાહીન વાવાઝોડાનું સંકટ હતું પરંતુ આ શાહીન વાવાઝોડું સક્રિય ન થયું. જેથી તેનો ખતરો સંકટ ટળ્યો છે. રાજ્યમાં અગામી 5 દિવસ રાજ્યમાં હળવા પ્રમાણમાં વરસાદ રહેશે. જોકે રાજ્યના અન્ય અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં આ વર્ષે 2 ટકાથી વધારે વરસાદ નોંધાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યમાં નવરાત્રી સમયે વરસાદનો ખતરો પણ નહી રહે અને ગરબા રસિકો ઉત્સાહથી નવરાત્રીનો આનંદ માણી શકશે. સાથે જ રાજ્યમાં હવે વરસાદની ઘટ પણ સંપૂર્ણ પણે દૂર થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં 2 ટકાથી વધારે વરસાદ ખાબકી ચુક્યો છે. જેના કારણે હવે રાજ્યમાં પાણીની અછતનો સવાલ પણ ઉભો નહિ થાય. ત્યારે મહત્વનું છે કે, આ વર્ષે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર બાજુ પડ્યો હતો અને ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય હતી અને ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ધોવાઇ ગયા હતા. ત્યારે હવે આગામી સમયમાં રાજ્યમાં હળવો વરસાદ પડશે જેને લીધે રાજ્યના ખેડૂતોએ હાંશકારો અનુભવ્યો છે. ત્યારે હવે થોડા સમય પછી રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા સતાવાર રીતે આપી છે.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *