સામાન્ય જનતા માટે કમરતોડ મોંઘવારી: અદાણી CNGના ભાવમાં ધરખમ વધારો, જાણી લો નવો ભાવ

Published on Trishul News at 3:07 PM, Mon, 2 October 2023

Last modified on October 2nd, 2023 at 3:08 PM

CNG price hike: દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.લોકો માટે જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવા કપરા સમયની વચ્ચે અદાણી CNGના(CNG price hike) ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. અદાણી દ્વારા એક જ મહિનામાં ચોથીવાર CNG માં વધારો કરાયો છે. CNG ના ભાવ ફરી વધારાયા છે. CNG ના ભાવમાં સરેરાશ 12 દિવસે વધારો કરાયો છે. 15 પૈસાના વધારા સાથે અમદાવાદમાં સીએનજીનો ભાવ 76.59 રૂપિયા પર પહોંચ્યો છે. આમ, છેલ્લા 4 માસમાં 10 વખત અદાણી દ્વારા CNG ના ભાવ વધારાયા છે.

અદાણી દ્વારા 1 ઓક્ટોબરના રોજ 15 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે જ લેટેસ્ટ ભાવ 76.59 રૂપિયા થયો છે. અદાણીએ છેલ્લાં ચાર માસમાં જ દસ વખત ભાવ વધારો ઝીંક્યો છે. જુન મહિનાથી અદાણી દ્વારા સતત ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેને કારણે ભાવ 76.59 રૂપિયા પર પહોંચી ગયો છે. બીજી તરફ આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યોમાં પણ CNG ના ભાવમાં વધારો થાય તેવી ચર્ચા છે. જાણો અદાણી ટોટલ દ્વારા કરવામાં આવેલા વધારા બાદ ગુજરાત રાજ્યમાં CNGના ભાવ ક્યાં પહોંચ્યા છે.

અદાણી ટોટલના ભાવમાં વધારો
ગુજરાતમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે સોમવારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં કિલોગ્રામ દીઠ 15 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે જ લેટેસ્ટ ભાવ 76.59 રૂપિયા થયો છે. વધેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.

જાણો કેટલો વધારો થયો છે ભાવ
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, તેની કિંમત 79.34 રૂપિયાથી વધીને 80.34 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઠક્કરે જણાવ્યું હતું કે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા વધારો રાજ્ય સંચાલિત ગુજરાત ગેસ દ્વારા CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 3.5 જેટલો વધારો કર્યાના દિવસો બાદ આવ્યો છે.

કંપનીના શેરમાં વધારો
ગૌતમ અદાણીની કંપની અદાણી ટોટલના શેરમાં વધારો થયો છે. કંપનીના શેરમાં આજે 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે અને શેર દીઠ રૂ. 77ના વધારા સાથે રૂ. 3,629.35 પર બંધ થયો છે. આજે કંપનીના શેર શેર દીઠ રૂ. 3,599.95ના ભાવે ખૂલ્યા હતા અને ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 3,663ની દિવસની ટોચે પહોંચી ગયા હતા. આગામી દિવસોમાં કંપનીના શેરમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.

Be the first to comment on "સામાન્ય જનતા માટે કમરતોડ મોંઘવારી: અદાણી CNGના ભાવમાં ધરખમ વધારો, જાણી લો નવો ભાવ"

Leave a comment

Your email address will not be published.


*