ગુજરાત(Gujarat): અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવતા અમદાવાદમાં CNGનો ભાવ 83.90 રૂપિયાએ પહોંચી ગયો છે. 2022માં CNGના ભાવમાં આઠ વખત વધારો કર્યા બાદ 17 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કરવામાં આવતા અમદાવાદમાં હવે CNG અને ડીઝલ વચ્ચે માત્ર રૂપિયા 8.25 નો જ તફાવત રહી ગયો છે.
CNGનો ભાવ વધતા રીક્ષા ચાલકો ફરી આવી શકે છે મેદાનમાં?
જો કે, અમે તમને જણાવી દઇએ કે, અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવતા એકવાર ફરી CNG રીક્ષા ચાલકો મેદાનમાં આવે તો નવાઈ નહી. જો કે, આ પહેલા પણ ભાડામાં વધારો કરી આપ્યો હોવાને કારણે હાલમાં તો કોઈ વિરોધનું વંટોળ ઉભું થયું નથી.
રાજ્યમાં CNG ગેસનાં ભાવમાં વધારો થયા પછી વિવિધ રિક્ષા ચાલક યુનિયનોની ભાડું વધારવાની માંગને વાતચીત કર્યા બાદ સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવેલ હતી. જે મુજબ હવે 1.2 કિલોમીટર રીક્ષાની સવારી માટે મિનિમમ ભાડુ 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રતિ કિલોમીટરનું ભાડું પણ વધારીને 15 રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. રિક્ષા ભાડામાં કરવામાં આવેલો આ ભાવ વધારો 10મી જૂનથી લાગુ કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણય પછી હવે મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને રિક્ષામાં સવારી કરવી પણ વધુ મોંઘી થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, રિક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મિનિમમ ભાડુ તથા કિલોમીટર દીઠ ભાડામાં 2-2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે જો કોઈ મુસાફર રિક્ષામાં મુસાફરી કરે છે તો તેને 1 કિલોમીટર દીઠ 2 રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે. વાત કરવામાં આવે તો હકીકતમાં રિક્ષા ચાલકોએ ઓછામાં ઓછું ભાડુ રૂ.30 તથા કિલોમીટર દીઠ 15 રૂપિયાનું ભાડું વધારવાની માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.