મોદી સરકારના રાજમાં અદાણી અને અંબાણીને લીલા લેર હોય એવું જણાઈ રહ્યું છે. 2014માં ભાજપ સરકાર આવતાની સાથે જ અંબાણીના બધા પેટ્રોલ પમ્પ શરુ થઇ ગયા હતા. હવે અદાણીને 29 હાજર કરોડના કેસમાં રાહત મળી ગઈ છે. 29 હજાર કરોડ કોલસા કેસમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ (DRI)એ બોમ્બે હાઈકોર્ટે એક મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે આ કેસમાં અડાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના સમર્થનમાં નિર્ણય સંભળાવ્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, કોર્ટે ડીઆરઆઈ દ્વારા સિંગાપુર અને અન્ય દેશોને મોકલવામા આવેલા બધા જ લેટર ઓફ રોગાટોરી (LR)ને ફગાવી દીધા છે. આ એલઆર અડાણી સમૂહની કંપનીઓને 2011થી 2015માં ઈંડોનેશિયાના કોલસાની આયાતને કથિત વર્ચસ્વની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. એલઆર બે દેશો વચ્ચે મ્યુચ્યુલ લીગલ અસિસ્ટેંસ ટ્રીટી (MLAT) હોય છે તેમાં બંને દેશ કોઈ મામલામાં કાયદાકીય સહાયતા આપવા માટે બંધાયેલા હોય છે.
જણાવી દઈએ કે, ડીઆરઆઈ અડાણી સમૂહ સિવાય 40 અન્ય કંપનીઓની તપાસ કરી રહ્યું છે. તેમાં અનિલ અંબાણી સમૂહની બે કંપનીઓ સામેલ છે. તે સિવાય એસ્સાર સમૂહની બે અને કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ પર વર્ષ 2011થી 2015 વચ્ચે ઈન્ડોનેશિયાથી 29,000 કરોડના આયાત કરેલા કોલસાની કિંમતને કથિત રીતે વધારીને (ઓવર વેલ્યૂશન) દેખાડવાનો આરોપ છે.
ડીઆરઆઈ આ સંબંધમાં વિદેશોમાં કંપનીઓની જાણકારી મેળવવા માટે સિંગાપોર, હોંગકોંગ, સ્વિટઝરલેન્ડ, સુએઈ સહિત અન્ય દેશોથી 14 એલઆર રજૂ કરી ચુક્યો હતો. જોકે કોર્ટે આ કેસથી અદાણી અને અન્ય કંપનીઓ વિરુદ્ધ તપાસમાં અટકી જશે. કેસની સુનવણી કરી રહેલા જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી એચ ડાંગરેની બેન્ચે આ કેસમાં અડાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની અરજી પર સુનવણી માટે સહમતિ બતાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.