Adani copper project starts: અદાણી જૂથ દેશમાં આયાત-નિકાસ સાથો-સાથ બિઝનેસની આત્મનિર્ભરતા વધારવામાં પણ સિંહફાળો આપી રહ્યું છે. અદાણી જૂથનો આગામી કચ્છ કોપર લિમિટેડ પ્રોજેક્ટ આવતા વર્ષથી ગુજરાતના મુંદ્રામાં કાર્યાન્વિત થઈ જશે. 1 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી માર્ચ- 2024 થી શરૂ થશે.
આ પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. માર્ચ- 2024માં 500KTની ક્ષમતા સાથેનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. કોપર પ્લાન્ટમાં સોના, ચાંદી, નિકલ અને સેલેનિયમ જેવી આડપેદાશો સહિત કોપર કેથોડ અને કોપર રોડનું પણ ઉત્પાદન કરવામાં આવશે. સંકલિત સંકુલ સલ્ફ્યુરિક એસિડનું પણ ઉત્પાદન કરશે. જેનો ઉપયોગ ખાતર, ડિટર્જન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, કાગળ, ખાંડના બ્લીચિંગ, વોટર ટ્રીટમેન્ટ અને અન્ય ઉદ્યોગોમાં પણ કરવામાં આવે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઉત્પાદન, પાવર ટ્રાન્સમિશન અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કોપર એક અતિ-આવશ્યક મટીરીયલ છે. વળી ભારતે 2070 સુધીમાં નેટઝીરો એમીશનનું લક્ષ્યાંક હાંસલ કરવાનું ધ્યેય રાખ્યું હોવાથી તાંબાની માંગમાં વધારો થવાની શક્યતા છે. જોકે દેશમાં તાંબાનો જથ્થો મર્યાદિત છે અને મોટે ભાગે આયાત પર નિર્ભર છે. તેવામાં ઉદ્યોગમાં સપ્લાય ચેઈન નિયંત્રણ સાથે કચ્છ કોપર લિમિટેડ દેશમાં મોખરાનો બિઝનેસ લઈને આવી રહ્યું છે. તે કોપરમાં મર્યાદિત સ્ત્રોતોની પરની નિર્ભરતા પણ ઘટાડી અડધો-અડધ માંગને પહોંચી વળવા સક્ષમ થશે.
ઔદ્યોગિક ધાતુઓની વાત કરીએ તો, સ્ટીલ અને એલ્યુમિનિયમ બાદ તાંબુ ત્રીજા સ્થાને આવે છે. ભારતમાં માથાદીઠ તાંબાનો વપરાશ માત્ર 0.6 કિગ્રા છે. તાજેતરમાં દેશમાં કોપરની નિકાસમાં થયેલા ઘટાડાને કચ્છ કોપર પુનઃજીવિત કરી શકે છે. કાર્બન કેપ્ચર માટે આધુનિક શૂન્ય લિક્વિડ ડિસ્ચાર્જ ટેક્નોલોજી અને સાધનો સાથે, ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરીમાં વૈશ્વિક બજારોને અપીલ કરવાની વિશાળ સંભાવના છે.
અદાણી સિમેન્ટ્સ કોપર પ્લાન્ટની બાય-પ્રોડક્ટસનો ઉપયોગ કરી શકશે. તેઓ સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ ઉત્પાદન માટે કાચા મિશ્રણમાં સિલિકા અને હેમેટાઇટને બદલી શકે છે. વળી સોલાર મેન્યુફેક્ચરિંગમાં વપરાતી ચાંદીનો ઉપયોગ પણ તેમાંથી કરવામાં આવશે. અદાણી ગ્રૂપનો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ કચ્છ કોપરમાંથી તાંબુ અને ચાંદી જેવી આવશ્યક સામગ્રીનો પણ ઉપયોગ કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube