રીયલ લાઈફના આ ‘સિંઘમ’થી થરથર ધ્રુજે છે રીઢા ગુનેગાર- કર્યા છે 500 એન્કાઉન્ટર

પ્રજાસત્તાક દિવસ (Republic day 2022) પર, ઉત્તર પ્રદેશના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારને શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (ADG Law and Order Prashant kumar)…

પ્રજાસત્તાક દિવસ (Republic day 2022) પર, ઉત્તર પ્રદેશના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારને શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (ADG Law and Order Prashant kumar) એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર 18 ફેબ્રુઆરી 2020 ના રોજ મેરઠમાં પોલીસ એન્કાઉન્ટરમાં એક લાખ ઈનામી બદમાશ શિવ શક્તિ નાયડુના એન્કાઉન્ટરની યાદમાં આપવામાં આવી રહ્યો છે. આવો જાણીએ ADG પ્રશાંત કુમાર વિશે.

મેરઠ ઝોનમાં કર્યા 500 થી વધુ એન્કાઉન્ટર
ત્રણ વખત વીરતા અને ચાર વખત રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા પ્રશાંત કુમાર રિયલ લાઈફના સિંઘમથી ઓછા નથી. ગુનેગારો પર ભયનો પર્યાય બની ગયેલા પ્રશાંત કુમારે મેરઠ ઝોનમાં ADG રહીને ‘એન્કાઉન્ટર ટ્રેન’ ચલાવીને 500 થી વધુ એન્કાઉન્ટરમાં 700 ગુનેગારોની ધરપકડ કરી હતી. જુલાઈ 2017માં પ્રશાંત કુમારને મેરઠ ઝોનના ADG તરીકે મોકલવામાં આવ્યા હતા. આ એ સમય હતો જ્યારે મેરઠમાં ગુનાખોરીની સુનામી આવી હતી.

રીઠા ગુનેગારો ખુલ્લેઆમ હથિયારો ચલાવતા હતા અને જઘન્ય ગુનાઓ આચરતા હતા. વધતા જતા ગુનાખોરીના કારણે ગભરાયેલો સમાન્ય સામાન્ય માણસ ઘરની બહાર નીકળતા પણ ખચકાતો હતો. તે દરમિયાન કુખ્યાત સંજીવ જીવા, કગ્ગા ગેંગ, મુકિમ કાલા, સુશીલ મૂંચુ, અનિલ દુજાના, વિકી ત્યાગી, સુંદર ભાટી, સાબીર જેવા ગુનેગારો સક્રિય હતા. તેમના ડરને કારણે વેપારીઓ અને સામાન્ય લોકો પશ્ચિમ યુપી છોડવા લાગ્યા. ત્યારબાદ રાજ્યના વડા યોગી આદિત્યનાથે પ્રશાંત કુમારને મેરઠ મોકલ્યા અને એક પછી એક એન્કાઉન્ટરમાં ગુનેગારોને ઘરભેગા કર્યા હતા.

પ્રશાંત કુમાર 1990 બેચના આઈપીએસ અધિકારી છે. તેમનો જન્મ બિહારના સિવાનમાં થયો હતો. આઈપીએસ બનતા પહેલા પ્રશાંત કુમારે એમએસસી, એમફીલ અને એમબીએ પણ કર્યું હતું. પ્રશાંત કુમારની તમિલનાડુ કેડરમાં આઈપીએસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જો કે, 1994માં યુપી કેડરના આઈએએસ અધિકારી ડિમ્પલ વર્મા સાથે તેમના લગ્ન થયા પછી, તેમની બદલી યુપી કેડરમાં થઈ ગઈ.

પશ્ચિમ યુપી અને દિલ્હીમાં ગુનાખોરી અને અપરાધની દુનિયામાં ટોચની યાદીમાં પોતાનું નામ લખાવનાર શિવશક્તિ નાયડુને પ્રશાંત કુમારે પોતે એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દીધું હતું. આટલું જ નહીં, આ એન્કાઉન્ટરમાં પ્રશાંત કુમાર પણ જવાબી કાર્યવાહીમાં ગોળી લાગતા બચી ગયા હતા. પ્રશાંતના બુલેટ પ્રૂફ જેકેટમાં ગોળી વાગતાં તેનો જીવ બચી ગયો હતો. આ બહાદુરી માટે આ વખતે ફરી એકવાર તેમને પોલીસ મેડલ આપવામાં આવ્યો છે. સાથોસાથ આ ​બહાદુરી માટે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *