સુરતમાં આદિત્ય ગઢવીની લાઈવ કોન્સર્ટ, આપણો મલકમાં ગુજરાતી લોકગીતોના તાલે ઝૂમશે સુરતવાસીઓ

Aditya Gadhvi Live Concert in Surat: અદ્ભૂત, પ્રતિભાશાળી અને પ્રખ્યાત લોક કલાકાર આદિત્ય ગઢવી (Aditya Gadhvi Live Concert Surat Ticket), એક અવિસ્મરણીય ધૂન અને વાઇબ્રન્ટ રિધમ્સ (Vibrant rhythms)ની મોજ સાથે સાંજને યાદગાર બનાવવા માટે સુરત આવી રહ્યા છે. વકતવ્ય વર્લ્ડવાઇડ (vaktavya worldwide) અને મેઘરંજન એન્ટરટેઈન્મેન્ટ (Meghranjan Entertainment) દ્વારા પ્રસ્તુત આ “આપણો મલક : એક ભવ્ય ફૉક કોન્સર્ટ” (Aapno Malak Folk concert) મા આદિત્ય ગઢવી પોતાની અસાધારણ કલાત્મકતા અને અવાજના જાદુ દ્વારા પ્રેક્ષકોના હૃદય સુધી પહોંચીને તમને ગુજરાતી લોક સંગીતમાં તરબોળ કરવા આવી રહ્યા છે.

સુરતમાં આદિત્ય ગઢવીની લાઈવ કોન્સર્ટ:

મહત્વનું છે કે, ગોપીન ગામ, સુરત ખાતે આદિત્ય ગઢવીની ઉર્જા અને જુસ્સા સાથે પ્રતિભાશાળી સંગીતકારોના સમૂહ દ્વારા વાતાવરણને જીવંત બનાવશે. આદિત્ય ત્યાં પોતાની વિશાળ ટિમ સાથે પરફોર્મ કરશે જ્યાં કન્ટેમ્પરરી ડાન્સ અને ગુજરાતનુ અનેરું ફૉક સંગીત સ્ટેજની શોભા વધારશે.

કોન્સર્ટ વિશે આદિત્ય ગઢવીએ જુઓ શું કહ્યું:

આદિત્ય ગઢવીએ કહ્યું છે; “આ કોન્સર્ટ એ આપણા મૂળ, આપણા સાહિત્ય, આપણી પરંપરાઓ અને લોક સંગીત પ્રત્યે જાગૃતિ અને સહિયારા પ્રેમની ઉજવણી છે. હું સંગીતની સરળ ભાષા દ્વારા મારા ચાહકો સાથે જોડાવા અને સાથે મળીને એમને એક અવિસ્મરણીય અનુભવ આપવા માટે અતિ ઉત્સાહિત છું.”

આ આધુનિક યુગમાં લોકો સાહિત્ય અને પરંપરાંગત વારસાને ભૂલતા થયા છે પરંતુ આ પ્રકારના આધુનિક કોન્સર્ટ જે વારસાને જવલંત રાખવાના ખુબજ સરળ રસ્તાઓ છે. જેનાથી આજની યુવા પેઢીને આપણી સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરી શકીયે છીએ અને એની ઉર્જા અને જીવનમાં સાહિત્યના અગત્યના સ્થાન બાબતે સમજણ આપી શકીયે છીએ. આ પ્રકારના ફૉક કોન્સર્ટ અમુક અંશે જ્ઞાન સાથે ગમ્મત પણ સાબિત થઇ શકે છે.

ગુજરાતી સંસ્કૃતિને સંગીત, નૃત્ય-સાહિત્ય દ્વારા દર્શાવાશે:

“આપણો મલક”નું આયોજન કરનાર વક્તવ્ય વર્લ્ડ વાઈડના ફાઉન્ડર નીરજ નાવડિયાએ જણાવતા કહ્યું હતું કે, ‘ગુજરાતની સંસ્કૃતિને સંગીત, નૃત્ય અને સાહિત્ય દ્વારા દર્શાવી શકાય અને નાના-બાળકો, યુવાનો, વડીલોને પણ મજા આવે તે રીતે આ ફોક મ્યુજિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકાય તેવી વ્યવસ્થા આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.

વધુમાં ઉમેરતા કહ્યું છે કે, હાલ, ગોપીન ગામ ખાતે આ કોન્સર્ટની સમીપતા આંકીને જોરશોરથી કોન્સર્ટની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આ જગ્યા પર એક ભવ્ય સ્ટેજનું નિર્માણ થઇ રહ્યું છે જેના પરથી આદિત્ય ગઢવી અને એમની ટિમ સૂર, સંગીત અને ડાન્સ સાથે લોકોને એક કદી વિસરી ના શકાય એવો અનુભવ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *