ISROએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું આદિત્ય L1, 125 દિવસની યાત્રા કરીને સૂર્ય પરથી મોકલશે માહિતી

Published on Trishul News at 12:22 PM, Sat, 2 September 2023

Last modified on September 2nd, 2023 at 12:48 PM

ISRO successfully launched Aditya L-1: ચંદ્રયાન-3 મિશનની સફળતાએ ભારતનું નામ વિશ્વમાં સુવર્ણ અક્ષરે લખી દીધું છે. અને બીજી તરફ ચંદ્રયાન-3 ની સફળતા પછી આજે ISRO દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1(ISRO successfully launched Aditya L-1) લૉન્ચ કરી દીધું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે સવારે 11.50 વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ Aditya L1 Mission લોન્ચ થતાં જ વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ Aditya L1 Mission લોન્ચ થતાં જ વૈજ્ઞાનિકોમાં અલગ જ ખુશી જોવા મળી હતી. થોડા દિવસો પહેલા જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. આ પછી જ ઈસરોએ સૂર્ય મિશનની જાહેરાત કરી હતી. આદિત્ય જેનો અર્થ થાય છે “સૂર્ય,” પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર (930,000 માઇલ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવ્યું છે. અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે. સૂર્ય ઓબ્ઝર્વેટરી મિશન શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસથી લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી ISRO હવે આજે એટલે કે 2 સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌર મિશન લોન્ચ કરી દીધું છે. અગાઉ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈએ એક ખાનગી મીડિયાને આ અંગે માહિતી આપી હતી. આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ આધારિત ભારતીય પ્રયોગશાળા હશે. તે સૂર્યની આસપાસ રચાતા કોરોનાના દૂરસ્થ અવલોકન માટે બનાવવામાં આવી રહ્યું છે.

આદિત્ય યાન L1
આદિત્ય યાન L1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદ્ભવતા તોફાનોને સમજી શકાય છે. આ બિંદુ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિના લાગશે. તે વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ્સ દ્વારા લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તર, કોરોનાનું પરીક્ષણ કરશે.

આદિત્ય L-1 શું અભ્યાસ કરશે?
ISRO એ 2જી સપ્ટેમ્બરે આદિત્ય-L1 સોલાર મિશન મોકલવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તે સોલાર કોરોનાનું દૂરસ્થ અવલોકન કરશે અને લેગ્રેન્જ પોઈન્ટ પર સૌર પવનનું અવલોકન કરશે. L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરશે. ISROના એક અધિકારીએ જણાવ્યું છે કે આદિત્ય-એલ1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસ છે, જેમાં રાષ્ટ્રીય સંસ્થાઓ ઘણા ભાગ લઈ રહી છે. આદિત્ય-L1 અલ્ટ્રાવાયોલેટ પેલોડનો ઉપયોગ કરીને સૂર્યના સૌથી બહારના સ્તર નું અવલોકન કરી શકે છે અને એક્સ-રે પેલોડનો ઉપયોગ કરીને સોલર ક્રોમોસ્ફિયર લેયર્સને પણ જોઈ શકે છે.

Be the first to comment on "ISROએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું આદિત્ય L1, 125 દિવસની યાત્રા કરીને સૂર્ય પરથી મોકલશે માહિતી"

Leave a comment

Your email address will not be published.


*