અમરેલી(Amreli): હાલમાં રાજ્યમાં શાહીન વાવાઝોડા(shaheen cyclone)એ દસ્તક દીધી છે. જેને લઈને રાજ્યના કેટલાય વિસ્તારોમાં હાલમાં ખુબ જ ભારે વરસાદ પડવાને કારને અતિવૃષ્ટિ(Heavy rain) જેવી પરિસ્થિતિ સર્જાય છે અને કેટલાય લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે. ભારે વરસાદ અને પુરને કારણે કેટલાય લોકોને ઘણી તકલીફો વેઠવી પડી રહી છે. ત્યારે આ ભારે વરસાદ અને અતિવૃષ્ટિની વચ્ચે ગુજરાત પોલીસ(Gujarat Police)ની સરાહનીય કામગીરી(Commendable performance) સામે આવી છે.
જોવા જઈએ તો ભારે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્ર(Saurashtra)માં થયું છે. જયારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાં ખેડૂતો રહે છે અને ખેડૂતોને ખુબ જ ખરાબ મુશ્કેલીમાંથી પસાર થવાનો વખત આવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ દરમીયાન અમરેલી પોલીસ(Amreli Police)ની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.
હાલ અતિવૃષ્ટિના લીધે અમરેલીમાં શેત્રુંજી નદી(Shetrunji river)ના વિસ્તારમાં પાણીનો પ્રવાહ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને અમરેલી પોલીસ દ્વારા બાબાપુર પાસે પાણીનાં પ્રવાહમાં ટેમ્પો ટ્રાવેલમાં ફસાયેલા ૨૦ લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરી છે. એટલું જ નહિ સાથે સાથે અમરેલી પોલીસ દ્વારા બગસરામાં મોટર સાયકલ સવાર વ્યક્તિ સહિત તમામ લોકોનું રેસક્યુ કરી બચાવ કામગીરી હાથ ધરેલ છે.
સલામ છે આવા પોલીસ જવાનોને જે પોતાના જીવની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હમેંશા લોકોની મદદ માટે ખડેપગે ઉભા હોય છે. પોલીસ પોતાના જીવ સાથે રમત રમીને અન્ય લોકોની જીંદગી બચાવી રહી છે, ત્યારે આ પ્રકારના પોલીસ જવાનોના વખાણ કરીએ એટલા ઓછા પડે.
જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. હાલમાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપી દીધી છે. સાથે જ દરિયાકિનારે રહેતા લોકોને ત્યાંથી ખસી જવા માટે કહ્યું છે. પરંતુ મોટા રાહતના સમાચાર તો એ છે કે આ શાહીન નામનું વાવઝોડાને લઈને ગુજરાત પર કોઈ સંકટ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.