અફઘાની પત્રકારોએ તાલીબાનીઓની પોલનો કર્યો પર્દાફાશ: કહ્યું કે, મહિલાઓ સાથે કરી રહ્યા છે આવું…- જાણીને ચોંકી જશો

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ જ્યારે તાલિબાને તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેણે દરેકને મુક્ત રીતે કામ કરવાની અને મહિલાઓને કામ કરવાની છૂટ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હવે જ્યારે તાલિબાનના કબજાને થોડો સમય થયો છે, તાલિબાનના શબ્દો અને કાર્યોમાં ઘણો ખરો તફાવત જોવા મળી રહ્યો છે.

અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પત્રકારો સાથે મારપીટ કરવામાં આવી રહી છે, કોઈના ઘર પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને કોઈને માત્ર એક મહિલા હોવાના કારણે કામ પરથી પાછા ફરેલા છે. અફઘાનિસ્તાનમાં પત્રકારોએ તાલિબાની શાસનનો પર્દાફાશ કર્યો છે.

અફઘાનિસ્તાનના રેડિયો ટેલિવિઝન અફઘાનિસ્તાન (RTA) ના સાહર નાસારીના જણાવ્યા અનુસાર, થોડા દિવસોમાં તાલિબાનના શબ્દો અને કાર્યોમાં તફાવત દેખાવા લાગ્યો છે. તાલિબાન લડવૈયાઓએ સહારનો કેમેરો તોડ્યો, તેના સાથીને મારી નાખ્યો. આ બધું કાબુલમાં થયું જ્યારે બંને એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં અફઘાન પત્રકારોને તાલિબાન દ્વારા જુદા જુદા ભાગોમાં નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. એક અફઘાન સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર તાલિબાનોએ તેમની લગભગ 18 મહિલા પત્રકારોને નવી સરકારના નિયમો નક્કી ન થાય ત્યાં સુધી ઘરેથી કામ કરવા કહ્યું છે.

અફઘાનિસ્તાનની પ્રખ્યાત સમાચાર પ્રસ્તુતકર્તા શબનમ દાવરાનને પણ તેમની નોકરીમાંથી હટાવી દેવામાં આવી છે, કારણ કે હવે મહિલા એન્કર માટે કામ કરવું મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે તાલિબાને પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે કોઈને કામ કરતા અટકાવશે નહીં, પરંતુ મીડિયાએ ઈસ્લામિક નિયમો અનુસાર કામ કરવું પડશે.

ભૂતકાળમાં તાલિબાન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓ તેમની સરકારમાં જોડાઈ શકે છે. પરંતુ આ વચન સિવાય અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં તાલિબાન દ્વારા મહિલાઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તાલિબાનના આ અત્યાચાર સામે મહિલાઓએ પણ રસ્તા પર ઉતરવાનું શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *