મહેસાણા(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર દારૂ બંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થયું હોય છે. તેવામાં ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રકનું આદુંદરા- નગરાસણ રોડ પણ અકસ્માત થયું હતું. જેમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હતી. મળતી માહિતી અનુસાર, જોટાણા તરફથી દારૂ ભરી કડી તરફ જતું ટ્રક આદુંદરા નગરાસણ વચ્ચે વળાંકમા પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં પોલીસે 3.90 લાખનો દારૂ પકડીને અજાણ્યા વ્યક્તિઓ વિરુધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. ગુરૂવારે વહેલી સવારે જોટાણાથી કડી તરફ GJ 01 CY 5897 નંબરનુ ટાટા કંપનીનુ 407 પીક અપ ડાલામા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કોઈ અજાણ્યા વ્યક્તિઓ જઈ રહ્યા હતા. આદુંદરા નગરાસણ વચ્ચે બાબુભાઈ દેવીપૂજકના ખેતર નજીક વળાંકમા પીકઅપ ડાલુ પલ્ટી ખાઈ જતા દારૂની બોટલો રોડ પર આવી ગઈ હતી.
કડી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ડાલામાં અને રોડ પર પડેલ દારૂના પાઉચ તથા બીયરના ટીન અને બોટલો મળીને કુલ નંગ 3876 ની એટલે 390564 રૂપિયાનો દારૂ તેમજ 407 પીકઅપ ડાલુ 150000 રૂપિયા મળી કુલ 540564 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરુ કરી હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.