ક્યારે આવશે ‘દહેજ પ્રથા’નો અંત? દહેજ ન મળતા, પતિએ લગ્નના એક વર્ષ પછી પત્નીને આપ્યું દર્દનાક મોત

આજે પણ આપણા દેશમાં દહેજ માટે દીકરીઓ અને દીકરીના પરિવારજનોને હેરાન કરવામાં આવે છે. આજે અમે તમને આવા જ એક પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે દહેજની લાલચે પરણીતાને દર્દનાક મોત આપ્યું હતું. પશ્ચિમ ઉત્ત રપ્રદેશના(Western Uttar Pradesh) સહારનપુર માં એક વ્યક્તિએ દહેજના લોભમાં ઘટે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલો સદર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરી માજરાનો છે.

હત્યા કરાયેલી યુવતીનું નામ પ્રિયંકા છે. તેના લગ્ન 1 વર્ષ પહેલા બિજનૌરના રામપુરમાં રહેતા કૃષ્ણ કુમાર સાથે થયા હતા. પ્રિયંકાના માતા-પિતાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. પ્રિયંકા સહારનપુરના કોરી માજરામાં તેની બહેન ઉપાસના પાસે ગઈ હતી.

મૃતકની બહેને આરોપ લગાવ્યો છે કે, તેના સાસરીયાઓ પ્રિયંકા પાસે દહેજની માંગણી કરતા હતા. જેના કારણે તેણીના પતિ સાથે ઝઘડો ચાલતો હતો. તેથી તે બિજનૌરમાં તેના સાસરિયાના ઘરે જવા માંગતી ન હતી અને મારી સાથે રહેવા માંગતી હતી. ત્યારબાદ વધુ માહિતી આપતા તેણે જણાવ્યું હતું કે, પ્રિયંકાના પતિ બે દિવસ પહેલા તેણીને લેવા સાસરે આવ્યા હતા. જ્યારે તેનો પતિ તેને લેવા આવ્યો, ત્યારે પ્રિયંકાની બહેન ઉપાસના ઘરે હાજર ન હતી.

તે જ સમયે કૃષ્ણ કુમાર અને પ્રિયંકા વચ્ચે ઝઘડો શરૂ થયો, જે પછી પતિ કૃષ્ણએ પહેલા પ્રિયંકાનું ગળું દબાવ્યું અને પછી તેના પર ચાકુ વડે હુમલો કર્યો. પ્રિયંકા પર છરી વડે હુમલો થતાં તેનું મોત થયું હતું. નજીકમાં રહેતા લોકોએ પોલીસને ફોન કરીને જણાવ્યું કે, અહીં હત્યા થઈ છે.

જે બાદ પોલીસ ઉપાસનાના ઘરે પહોંચી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યો. પછી એ જ ઘરેમાં લોહી અને છરી મળી આવી. ત્યારે પોલીસે કહ્યું કે, પ્રિયંકાના પતિ કૃષ્ણા અહીંથી ફરાર થઈ ગયા છે, તેથી અમે તેને શોધી ને જલ્દી સજા અપાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *