હાલ તો ડુંગળી નહીં પરંતુ પેટ્રોલ જનતાને રડાવી રહ્યું છે

હાલમાં ગુજરાત સહીત મોટા ભાગના રાજ્યોમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે લોકો બેરોજગાર બનતા જાય છે. કારખાના અને હીરા ઉધોગોમા પણ ભયંકર મંદી જોવા મળે છે. અને પહેલા જેટલો સમય રોજગારીમાં મળતો હતો હવે તે તેના કરતા પણ અડધો થઇ ગયો છે, અને હવે લોકો વધુમાં વધુ બેરોજગાર બની રહ્યા છે. હવે આવા સમયમાં વ્યક્તિ કરે તો કરે શું? આ ભારે મંદીનો શિકાર થયેલ વ્યક્તિ પોતાનું ઘર કેવી રીતે ચલાવે ?

અને ઘરબાર ચાલવા માટે પણ પૈસાની જરૂર પડે, પણ મજબુર વ્યક્તિ સામાન્ય ખર્ચ કરતા પણ 1000 વાર વિચાર કરે છે. હાલ જોઈએ તો શાકભાજીમાં પણ ખુબ મોંઘવારી જોવા મળી રહી છે. લોકોને ખાવા માટે જે જરૂરિયાત છે તે વસવા માટે પણ વિચારો આવે છે. હાલમાં શાકભાજીમાં જોઈએ તો કાંદાના ભાવ આસમાને પહોચ્યા છે. હાલમાં 1 કિલો દીઠ કાંદાના ભાવ છે 80 રૂપિયા કિલો. અને હવે આપડે દરેક લોકો પેટ્રોલ તરફ નજર ફેરવીએ તો આપણને કાંદા સસ્તા લાગે છે. હાલમાં પેટ્રોલના ભાવતો આસમાનથી પર ઉપર પહોચ્યા હોય તેવું લાગે છે.

સતત 10 દિવસ બાદ પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો નોંધાયો છે. 10 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.09 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 1.79 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. રાજ્યના મહાનગર અમદાવાદ, વડોદરા સહિત જામનગરમાં પેટ્રોલની કિંમતમાં 15 થી 20 પૈસા જેટલો વધારો નોંધાયો છે. સાઉદીમાં આવેલી ક્રૂડ રિફાઈનરી આરામકો પર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ દુનિયાના દેશોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. જેની અસર ભારતમાં પણ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *