ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ખાધ પદાર્થોના પ્લાસ્ટિક(Plastic) પેકિંગ ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે તેનો સૌથી વધુ શિકાર જોવામાં આવે તો રખડતી ગાયો બની રહી છે. ગાયો વધારાના પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાય જાય છે પરંતુ પ્લાસ્ટિકએ વર્ષો સુધી પચતું નથી અને તેના પેટમાં જ પડયું રહે છે. જેને કારણે શહેરી વિસ્તારોમાં રખડતી મોટા ભાગની ગાયોના પેટમાં ઓછામાં ઓછા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળે છે. પેટમાં પ્લાસ્ટિકના ભેગું થઇ જવાને કારણે કયારેક તો ગાયને પેટમાં પોતાના બચ્ચાને ઉછેરવા માટેની પણ જગ્યા રહેતી નથી.
સતત ૨ કલાકના ઓપરેશન બાદ ગાયના પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિક બહાર કાઢી આપ્યું નવજીવન- જુઓ વિડીયો #surendranagar #Cow #Plastic pic.twitter.com/VPt4PDrbG6
— Trishul News (@TrishulNews) April 21, 2022
જેને કારણે ગાયોના મુત્યુ પણ થઇ શકે છે. દિન પ્રતિદિન પ્લાસ્ટિકની સમસ્યામાં વધારો થતો જાય છે. ત્યારે હવે સુરેન્દ્રનગર(Surendranagar)ના વઢવાણ(Wadhwan)ની પાંજરાપોળ(Panjarapol) સંચાલિત પશુ દવાખાનામાં ડૉ કે એલ રાવલ અને તેમની ટીમ દ્વારા એક દેશી ગાયની હોજરીનું ઓપરેશન(Cow operation) કરવામાં આવ્યું હતું, જેમાં 50 કિલોથી વધારે પ્લાસ્ટિકને ગાયના પેટમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ગાયનું સામાન્ય રીતે 350 થી 400 કિલોનું વજન હોય છે. ત્યારે હવે પેટમાંથી બહાર કાઢવામાં આવેલા પ્લાસ્ટિકના જથ્થાનું કુલ વજનના સાતમા ભાગ જેટલું થતું હતું.
સતત બે કલાક સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન જોત જોતામાં જ પ્લાસ્ટિકનો મસ મોટો ઢગલો થઇ ગયો હતો. જો માણસને કઈ તકલીફ થાય તો બોલીને પોતાની પીડા કહીશકે છે પરંતુ અબોલ પશુઓ પોતાના પર શું થાય છે એ બોલી કે કહી શકતા નથી.
જ્યારે પેટમાં પ્લાસ્ટિકનો જથ્થો ખૂબ ભરાઇ જાય ત્યારે પશુઓનો ખોરાક પણ ખૂબ ઓછો થઇ જાય છે અને વારંવાર ગેસ થવાને કારણે બીમાર જેવું લાગે છે આવા સંજોગો દરમિયાન શરીરમાં પેટમાં પ્લાસ્ટિકનો ભરાવો થયો હોવાની શકયતા જોવા મળે છે. ગાયોને તારનાર લીલોચારો દોહલો બન્યો છે જયારે મારનાર પ્લાસ્ટિક ઠેર ઠેર રખડી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.