NASA એ કર્યો મોટો ખુલાસો: દુનિયા પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, 9 વર્ષ પછી પહેલી વખત…

નાસાના નવા સ્ટડી મુજબ, હંમેશાથી ચંદ્ર સમુદ્રના મોજા પર અસર કરતો હોય છે અને ચંદ્ર પોતાની કક્ષામાં જરા પણ ફેરફાર કરે તો ધરતીના અનેક કાંઠા વિસ્તારોમાં પૂરનું જોખમ રહે છે. ગય મહિને નાસાનો આ સ્ટડી નેચર ક્લાઈમેટ ચેન્જમાં પ્રકાશિત થયો છે.

નાસાના સ્ટડી મુજબ, વર્ષોવર્ષ ચંદ્રનું ખેચાણ અને દબાણ સંતુલન જાળવી રાખે છે પરંતુ તે પોતાની જગ્યામાં 18.6 વર્ષમાં મામૂલી ફેરફાર કરે છે. આ દરમિયાન ચંદ્ર અડધો સમય ધરતીની લહેરોને દબાવે છે, પરંતુ અડધો સમય ધરતીની લહેરોને વધારે કરે છે અને તેમની ઊંચાઈ વધારી દે છે. જે ખુબ જ ખતરનાક છે.

વધુમાં નાસાએ જણાવ્યું હતું કે, ચંદ્રના 18.6 વર્ષના ચક્રનો અડધો ભાગ શરૂ થવાનો છે. જે ધરતીની લહેરોને તેજ કરશે. આગામી 9 વર્ષમાં એટલે કે, 2030 સુધીમાં વૈશ્વિક સમુદ્રી જળસ્તર ખુબ વધી ગયું હશે અને તેના કારણે દુનિયાના અનેક દેશોમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે.

નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાં મુજબ, વર્ષ 1880થી અત્યાર સુધીમાં સમુદ્રી જળસ્તર 8થી 9 ઈંચ વધી ચૂક્યું છે. તેમાંથી એક તૃતિયાંશ એટલે કે, લગભગ 3 ઈંચ વધારો તો છેલ્લા 25 વર્ષમાં થયો છે. અહેવાલ મુજબ, વર્ષ 2100 સુધીમાં સમુદ્રી જળસ્તર 12 ઈંચથી 8.2 ઈંચ સુધી વધી શકે છે. જે દુનિયા માટે ખુબ જોખમી સાબિત થશે.

અમેરિકામાં વર્ષ 2019માં હાઈ ટાઈડના કારણે 600 પૂર આવ્યા હતા. હવે NASA એ એક નવો ખુલાસો થયો છે કે, દુનિયાભરમાં વર્ષ 2030 સુધીમાં અમેરિકા સહિત અનેક જગ્યાઓ પર ન્યૂસન્સ ફ્લડનું પ્રમાણ વધી જશે. એટલું જ નહીં, હાઈ ટાઈડના સમયે ઊંચા ઉઠતા મોજાની ઊંચાઈ લગભગ 3થી 4 ગણી વધી જશે. જાણવામાં મળી રહ્યું છે કે, હાઈ ટાઈડના કારણે આવતા પૂરને ન્યૂસન્સ ફ્લડ કહે છે.

ચંદ્રની સ્થિતિ દર વખતે બદલાવવી જોખમી છે અને કાંઠા વિસ્તારોમાં આવતા ન્યૂસન્સ ફ્લડની સંખ્યામાં પણ વધારો થશે. દુનિયાભરની સરકારોએ તેનાથી બચવા માટે યોજના તૈયાર કરવી પડશે અને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જનમાં ઘટાડો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *