હાલમાં અંગદાનનાં મહત્વમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. અંગદાનને લીધે કેટલાંક લોકોને નુજ્વ્ન મળતું હોય છે ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના 48 વર્ષની મહિલાનું બ્રેનડેડથી મોત નીપજ્યા પછી તેમના અંગદાનથી 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે.
મહિલાનું મોત નીપજ્યા પછી તેમનાં પરિવારજનો દ્વારા તેમનાં અંગોના પ્રત્યારોપણ માટે મંજુરી દર્શાવવામાં આવી હતી. ત્યારપછી અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં અંગોનું રિટ્રીવ કરવામાં આવ્યું હતું. અંગ દાન કરનાર મીનાબેનના પરિવારમાં 3 દીકરી તથા 2 દીકરા છે.
માતાના મુત્યુ પછી તેમનાં અંગોનું દાન કરીને અન્ય લોકોને નવજીવન મળતાં પરિવારના સભ્યો પણ ખુબ ખુશ થયા હતા, જ્યારે જે લોકોને અંગો મારફતે નવજીવન મળ્યું હતું. તેમનાં પરિવારજનોએ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં આવેલ ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા મીનાબેન ઝાલાનું 19 જાન્યુઆરીએ બ્રેનડેડથી મોત થયું હતું.
તેમના અવસાન પછી પરિવાર દ્વારા તેમનાં અંગોનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેથી અમદાવાદની સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટરમાં તેમનાં અંગો રિટ્રીવ કરીને 3 લોકોની જિંદગી બચાવી લેવામાં આવી છે. મીનાબેનના લિવરને જામનગર જિલ્લામાં રહેતાં 15 વર્ષના બાળકને તેમજ બંને કિડની સુરેન્દ્રનગરના 30 તેમજ 35 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.
તબીબો દ્વારા ગુજરાત સરકારના અંગદાન કાર્યક્રમ હેઠળ અંગદાન કરવા માટે મીનાબહેનના પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા. સિવિલના તબીબો તથા કાઉન્સીલરો દ્વારા તેમના પરિવારજનોનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. છેવટે મીનાબહેનની 3 દીકરીઓએ માતાની યાદોને ચિરસ્મરણિય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમજ માતાના અંગોના પ્રત્યારોપણ માટે સહમતિ દર્શાવવામાં આવી હતી.
અંગોને રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ દ્વારા 3 જિંદગીમાં સ્મિત ઉમેરાયું :
સ્વજનોએ મંજુરી આપ્યા પછી અમદાવાદની સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટરમાં અંગોને રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ મારફતે 3 જિંદગીમાં સ્મિત ઉમેરવામાં આવ્યું હતું. મીનાબેનના હ્રદયને જામનગર જિલ્લામાં રહેતાં 15 વર્ષના બાળકને તેમજ બંને કિડનીનું સુરેન્દ્રનગરના 30 તથા 35 વર્ષીય ઉંમરના વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
મીનાબહેનના અંગો – 2 કિડની તથા હ્રદય દ્વારા કુલ 3 દર્દીઓને નવજીવન મળ્યું છે. અહીં નોંધનીય છે કે, ગુજરાત સરકાર તથા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિના માર્ગદર્શન હેઠળ છેલ્લા થોડાક સમયમાં સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત અંગદાનની પ્રવૃત્તિનો પ્રસાર વધ્યો છે.
ફક્ત 1 મહિનાના ટૂંકા ગાળામાં 3 બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી :
સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી જણાવે છે કે, અમારા સિવિલ હોસ્પિટલ તંત્રની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમારા સિનિયર તબીબો તથા કાઉન્સીલરો દ્વારા દર્દીના સગાને અંગદાન કરવાં માટે પ્રેરવાના પ્રયાસ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle