આલિયા-કેટરિના પછી બોલીવુડની વધુ એક એકટ્રેસે ચુપચાપ કરી લીધા લગ્ન

કનિકા કપૂર (Kanika Kapoor)ના આ બીજા લગ્ન(Wedding) છે. લગભગ એક દાયકા પહેલા કનિકા કપૂરે વર્ષ 2012માં તેના પહેલા પતિ રાજ ચંડોક (Raj Chandok)થી છૂટાછેડા(Divorce) લીધા હતા. રાજ અને કનિકાને ત્રણ બાળકો છે. લાંબા સમયથી કનિકા અને ગૌતમ (Gautam)ના સંબંધોના અહેવાલો હતા, જોકે કનિકાએ સત્તાવાર કંઈ કર્યું નથી અને હવે લગ્નના સારા સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા છે.

કનિકા કપૂરે તેના લગ્નમાં હળવા ગુલાબી રંગની સુંદર ચોલી પહેરી હતી. આ સાથે, અભિનેત્રીએ તેના બ્રાઇડલ લુકને વિશાળ હીરાના દાગીના સાથે રોયલ ટચ આપ્યો. કનિકા કપૂરની ઉંમર 43 વર્ષની છે.

કનિકા કપૂરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કનિકા અને ગૌતમ વચ્ચેની કેમેસ્ટ્રી બધાને પસંદ આવી રહી છે.

આ સમારોહમાં કપલનો પરિવાર અને નજીકના લોકોએ હાજરી આપી હતી. કનિકા કપૂરનો વર રાજા ગૌતમ લંડન સ્થિત બિઝનેસમેન છે. ગૌતમ સાથે કનિકાની જોડી ચાહકોને ઘણી પસંદ છે.

કનિકા દુલ્હન તરીકે ખુબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે વરરાજા ગૌતમ પણ તેની પત્ની કનિકાને દેખાવની બાબતમાં ટક્કર આપી રહ્યો છે. કનિકા કપૂરે તેની મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. કનિકાએ તેની હલ્દી સેરેમનીમાં ખૂબ જ ધૂમ મચાવી હતી.

કનિકા તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા પછી જ મુંબઈ આવી અને તેણે તેનું ગીત ‘જુગની જી’ રિલીઝ કર્યું. આ ગીતે કનિકાની કિસ્મત બદલી નાખી અને આજે તે પ્રખ્યાત ગાયિકામાં સામેલ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *