લોકસભા ચૂંટણીને લઇને રાજ્યમાં બદલીનો દોર: ગુજરાતમાં AS, PI, PSI બાદ હવે મોટાપાયે IPS અધિકારીઓની ગમે તે ઘડીએ બદલીની શકયતા

Transfer of Police Officers in Gujarat: દેશમાં આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને સરકારી અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાયા બાદ હવે ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. ત્યારે હવે મોટાપાયે IPS અધિકારીઓના બદલી(Transfer of Police Officers in Gujarat) કરવામાં આવશે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે.

રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ શહેરોમાં એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. પોલીસ અધિકારીઓને એક શહેરથી બીજા શહેર મોકલાયા છે. હવે IPS અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં થાય તો નવાઈ નહીં.પોલીસ બેડામાં સાથે સાથે એવી પણ ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે પોલીસ ઈન્સ્પેકટર અને PSIની બદલીના દોર બાદ IPS અધિકારીઓની પણ ટૂંક સમયમાં બદલી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

દિવાળી પહેલા મામલતદારની બદલી થઈ હતી
દિવાળી પહેલા ગુજરાતના રેવન્યૂ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રેવન્યુ વિભાગમાં ચાલી રહેલા બદલીના દોરમાં 55 મામલતદારોની અરસપરસ બદલી કરતાં હુકમો કરવામાં આવ્યા હતા. જ્યારે 162 નાયબ મામલતદારને સાગમટે બઢતી આપી દીધી હતી. રાજકોટ જિલ્લામાં 12 જેટલા મામલતદારની નિમણૂક કરતાં હુકમ કરવામાં આવતાં મોટાભાગની ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ ગઈ છે.

રાજ્યમાં PI, PSIની બદલી કરવામાં આવી
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 43 હથિયારધારી પીએસઆઈ, 551 બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. પોલીસ અધિકારીઓને એક શહેરથી બીજા શહેર મોકલાયા છે. હવે આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં થાય તો નવાઈ નહીં.હવે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે PI બાદ PSIની બદલી કરાશે અને PSI બાદ IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે.