પોક્સો વીથ મર્ડરના આરોપીની પોલીસે ફિલ્મીઢબે કરી ધરપકડ: રાજસ્થાનમાં સલૂન ચલાવતાં આરોપીને પોલીસે ગ્રાહક બની દબોચ્યો

Navasari News: 8 જાન્યુઆરી 2023 ના રોજ નવસારીમાં રહેતો મોતીરામ નીંબારામ નાઈ નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પાસે સલૂનની દુકાન ચલાવતો હતો.જેમાં તેણે અભ્યાસ કરતી…

Navasari News: 8 જાન્યુઆરી 2023 ના રોજ નવસારીમાં રહેતો મોતીરામ નીંબારામ નાઈ નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પાસે સલૂનની દુકાન ચલાવતો હતો.જેમાં તેણે અભ્યાસ કરતી એક સગીરાને પ્રેમાજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ રાખ્યા હતા જેમાં સંગીરા ગર્ભવતી રહેતા મોતીરામ નાઈ ગભરાયો હતો હવે નવસારીમાં(Navasari News) ગર્ભપાત કઈ રીતે કરવો તે તેને ખ્યાલ આવતો ન હતો જેથી તે ગર્ભપાત કરવા ના પૂર્વ આયોજિત કાવતરના ભાગરૂપે સગીરાને રાજસ્થાન ભગાવી ગયો હતો. પરંતુ કુદરતને કંઈક ઓર મંજૂર હોય રાજસ્થાનમાં પણ ગર્ભપાત શક્ય ન બનતા સગીરા એ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.

બાળકી ખતરો લાગતા તેને મારી નાખ્યું
સગીરા થકી જન્મેલી બાળકી અંગે મોતીરામ ચિંતામાં મુકાયો હતો જેથી આ બાળકીને મારી નાખું તેવું પોતાના ભાઈ ઓમ પ્રકાશ સહિત અન્ય મદદગાર સાથે નવજાત બાળકીને મોતને ઘાટ ઉતારી અને તેને કાપડમાં વીંટાળી જમીનમાં ખાડો ખોદી દાટી દીધી હતી.

ટાઉન પોલીસે પ્લાન ઘડીયો અને આરોપી ઝડપાયો
લાંબા સમયથી ભાગેડું આરોપી ઓમ પ્રકાશ ઉર્ફે ઓમો પોલીસને હાથતાળી આપી રહ્યો હતો જેથી નવસારી ટાઉન પોલીસના પી.આઇ કે ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ લાલુ ભરતસિંહની આગેવાની માં એક ટીમ તૈયાર થઈ અને તેઓ રાજસ્થાન જઈને કેસ ઉકેલવામાં મંડી પડ્યા.

આરોપી સલૂન ચલાવતો હોય દાઢી વધારી
આરોપી સલુનનો વ્યવસાય કરતો હોય તેને પકડવા માટે પોલીસે પ્લાન બનાવ્યો હતો જેમાં પોલીસ કર્મચારીઓએ એક અઠવાડિયા સુધી દાઢી ન બનાવી તેને વધારી હતી. ગામમાં પહોંચતા જ 10 જેટલી સલૂનની દુકાનો હતી તેમાંથી આરોપીની દુકાન કઈ તે શોધવામાં પોલીસ કર્મચારીઓને નવનેજા ઉતર્યા હતા. આરોપીના ગામ જઈ તપાસ કરતા તે ગામમાં ન હતો.

જેથી ગામથી 12 કિલોમીટર આવેલા સઉ પદમસિંગ નામના ગામમાં પોલીસે પોતાનો ડેરો નાખ્યો બપોર બાદ આરોપીએ દુકાન ખોલતા જ પોલીસ કર્મચારી પૈકીનો એક કોન્સ્ટેબલ દાઢી કરાવવા માટે ગયો અને અન્ય વેઇટિંગમાં દુકાનમાં કરવા બેઠા,ગ્રાહક બની બેસેલા પોલીસ કર્મચારીની દાધીનું કામ પૂર્ણ થઈ ત્યાં અંદર બેસેલા પોલીસ કર્મચારીઓ તેની નજીક જઈને કહ્યું મોતીરામ તારો ખેલ પૂરો થયો ચાલ નવસારી.

પોલીસે તકેદારી રાખી
પોલીસ જો સીધી રીતે જ દુકાનમાં પ્રવેશીને તેની ધરપકડ કરત તો કદાચ દાઢી કરી રહેલા કોઈ નાગરિકને અસ્ત્રો વાગી જવાની ભીતિ હતી એટલે પોલીસે રિસ્ક લઈને જાતે જ પોતાના કર્મચારીને દાઢી કરાવવા માટે મોકલ્યો જેથી અસ્ત્રો વાગે તો પણ પોલીસ કર્મચારીને વાગે જેથી પોલીસ કર્મચારીઓએ આ મામલે ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરી હતી.

ટાઉન પોલીસે અગાઉ પણ આવા અઘરા કેસ ઉકેલાયા
નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ પણ આવા ગંભીર ગુના ને ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે આ કેસમાં ટાઉન પીઆઇ કે ચૌધરી સહિત અ.હે.કો. લાલુસિંહ ભરતસિંહ, અ.હે.કો ઘુધાભાઈ દીનેશભાઈ,આ.હે.કો જીતુભાઈ હરતાનભાઈ, અ.પો.કો ઘરમશીભાઇ જીવરાજભાઇ, અ.પો.કો. માવજીભાઈ રૂપાભાઈ, અ.પો.કો. યુવરાજસિંહ દિલીપસિંહ, વુ.પો.કો કવિતાબેન વક્તાજી એ મહત્વની કામગીરી કરી છે.