શિક્ષણ વિભાગની લાલિયાવાડી- પર્યાવરણ વિષયના પેપરમાં મોટો છબરડો, સચિન તેંડુલકરનો પ્રશ્ન તો પૂછ્યો પણ…

ગુજરાત(Gujarat): પેપરકાંડની સામે સતત આવી રહેલી ઘટનાઓ વચ્ચે કચ્છ(Kutch)માં ધોરણ 3ના પેપરમાં મસમોટો છબરડો થયાનું બહાર આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા…

ગુજરાત(Gujarat): પેપરકાંડની સામે સતત આવી રહેલી ઘટનાઓ વચ્ચે કચ્છ(Kutch)માં ધોરણ 3ના પેપરમાં મસમોટો છબરડો થયાનું બહાર આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જ્યા ધોરણ 3ના પર્યાવરણ વિષય(Environmental subject)ના પેપરમા તંત્રની બેદરકારી ઉઘાડી પડી છે.

જો વાત કરવામાં આવે તો પર્યાવરણ વિષયના પેપરમાં સચિન તેંડુલકર વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં સચિન તેંડુલકર કઇ રમતના ખેલાડી છે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિકલ્પમાં ક્રિકેટનો ઉલ્લેખ જ કરવામાં ન હોવાને કારણે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બાળકોના ભવિષ્ય સાથે રમત કરતા આ સવાલની માફક બળકોનો પણ મુંજાઈ ગયા હતા કે આ સવાલના જવાબમમાં લખવું તો લખવું શુ?

મહત્વનું છે કે, કચ્છની સરકારી પ્રાથમિક શાળા હેઠળ અભ્યાસ કરતા 27 હજાર બાળકોની પરીક્ષા હતી, જેમાં તંત્ર દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. એક તો પર્યાવરણ વિષયના પેપરમાં ખેલકૂદનો પ્રશ્ન પુછી નાખવામાં આવ્યો હતો. તેમાં પણ અધૂરામાં પુરુ 4 માર્ક્સના પ્રશ્ન નંબર-6માં ચારમાંથી સાચો વિકલ્પ જ ન આપવામાં આવતા બાળકોએ આડેધડ એટલે કે ગમે તે જવાબ લખી નાખ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેપર અને પરીક્ષાના સૌથી વધુ મુદ્દા ગુજરાતમાં ગુંજી રહ્યા છે. ત્યારે હવે પ્રાથમિક શિક્ષણ તંત્રની કામગીરીએ ચર્ચાનું રૂપ લીધું છે. આધુનિક શિક્ષણ વ્યવસ્થાની મોટી મોટી વાતો વચ્ચે પેપરસેટ કરનારા શિક્ષકને ખુદને જ જાણે ખબર ન હોય તેમ સચિન તેંડુલકરની સમય સામે હોકી, કબબડી, ફૂટબોલ અને ચેસ સહિતના વિકલ્પ આપવામાં આવ્યા હતા. જયારે સચિન ક્રિકેટ સાથે સંકલાયેળ હોવા છતાં ક્રિકેટનો કોઈ પણ ઓપ્સન જ આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ જાણ થાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને તંત્રને આડે હાથલેતા શિક્ષણ વિભાગની લાલિયાવાડી પર સવાલ ઉઠાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *