હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મેહુલ બોઘરાનું ઢોલ-નગારા સાથે કરાયું સ્વાગત- સાંભળો લોકોને અને ભ્રષ્ટાચારીઓને શું સંદેશો આપ્યો

સુરત(Surat): શહેરમાં સરથાણા(Sarthana) કેનાલ રોડ પર લસકાણા ચોકથી 50 મીટરના અંતરે એડવોકેટ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) ઉપર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એડવોકેટ મેહુલ બોઘરાના માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.

ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેહુલ બોઘરાના માથાના ભાગે ગંભીર ઈજા થતા ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા. એડવોકેટ મેહુલ બોઘરાને જાણકારી મળી હતી કે, અહીં ટ્રાફિક પોલીસ અને TRB જવાનો રીક્ષા ચાલકો અને ટેમ્પા ચાલકો પાસે તોડ કરી રહ્યા છે. આ વાતની બાતમી મળતાની સાથે જ એડવોકેટ મેહુલ બોઘરા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ દરમિયાન હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતા ઉશ્કરાયેલા સાજન ભરવાડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મેહુલ બોઘરાને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ સાજન ભરવાડ, ત્રણ પોલીસ કર્મી તથા ત્રણ લોકો સામે આઇપીસી 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એડવોકેટ મેહુલ બોઘરા ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહીઓ ચાલી રહે છે. ત્યારે હવે એડવોકેટ મેહુલ બોઘરાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાં રજા આપ્યા પછી તેમનું ઘરે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

એડવોકેટ મેહુલ બોઘરાનું સ્વાગત કરવા માટે તેમના ઘરે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પહોંચી ગયા હતા. એડવોકેટ મેહુલ બોઘરાને હાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો મેહુલ બોઘરાના ઘરે તેમનું સ્વાગત કરવા માટે પહોંચી આવ્યા હતા. સમર્થકો મેહુલ બોઘરાના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા કે “મેહુલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”.

ત્યારબાદ એડવોકેટ મેહુલ બોઘરાએ ત્યાં હાજર લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, જે લોકોએ મને સમર્થન કર્યું છે, તે સર્વ જનતાનો અને મારા પરિવારજનોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. વધુમાં મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું કે, આવા નાના મોટા હુમલાઓ થતા રહેશે એનાથી મેહુલ બોઘરાને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *