અત્યાર સુધી તો કોરોના મહામારી ચાલી રહી હતી પરંતુ હાલમાં એના નવા સ્ટ્રેનને કારણે સમગ્ર વિશ્વમાં અરેરાટી મચી ગઈ છે. ઈંગ્લેન્ડથી કોરોનાનો નવો સ્ટ્રેન સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ઈંગ્લેન્ડથી રાજ્યના સુરત શહેરમાં આવેલ હઝીરા નિવાસી માતા-પિતાને મળવા માટે આવેલ પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
જેને કારણે સમગ્ર આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. પરિણીતાના સંપર્કમાં આવેલ તેની માતા તથા બહેનને પણ કોરોના ડિટેક્ટ કરવામાં આવતાં ત્રણેય લોકોને સુરતમાં આવેલ નવા સિવિલ કેમ્પસની કોવિડ-19 હોસ્પિટલમાં લઈ જઈને સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
આની સાથે જ જ્યારે પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્રણેય લોકોનાં સેમ્પલને ટેસ્ટ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ હજુ આવ્યો સામે આવ્યો નથી.
10 ડિસેમ્બરનાં રોજ પિતાના ઘરે આવી હતી :
UK નિવાસી 32 વર્ષની પરિણીતા ક્રિસમસની રજા હોવાને કારણે 10 ડિસેમ્બરે હઝીરામાં રહેતાં માતા-પિતા તથા બહેનને મળવા માટે આવી હતી. ત્યારપછી ગત 20મીએ આ પરિણીતા પરત જવા માટે નીકળી ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઈટ બંધ હોવાને કારણે પરત સુરત આવવું પડ્યું હતું.
આરોગ્ય વિભાગની કામગીરીમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો :
સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 27 નવેમ્બરનાં રોજ પરિણીતા તેમજ તેના સંપર્કમાં આવેલ માતા-પિતા અને બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં પરિણીતા તથા તેની માતા-બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્યતંત્ર ચોંકી ઊઠ્યું હતું, જ્યારે પરિણીતાના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવતાં ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
ત્રણેયની તબિયત નોર્મલ :ડોક્ટર
પરિણીતા તથા તેની માતા-બહેનની સારવાર કરનાર સિવિલના મેડિસિન વિભાગના ડો. વિવેક ગર્ગે કહ્યું હતું કે, બુધવારની સવારમાં ત્રણેય લોકોને દાખલ કરી આગળની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ત્રણેય લોકોની તબિયત હાલમાં નોર્મલ જણાઈ રહી છે. જરૂરી રિપોર્ટ કરવાની સાથે જ સારવાર પણ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle