કોડીનારમાં દીપડાએ નાંખ્યા ધામા :દૂધ લઈને પરત ફરતા યુવકને ખેતરમાં લઈ જઈને કર્યું મારણ

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તહસીલના વિઠ્ઠલપુર ગામમાં દીપડાએ એક યુવાનની હત્યા કરી હતી. રસ્તા પરથી પસાર થતા બાઇક સવાર પર હુમલો કર્યા પછી દિપડો તેને ખેંચીને…

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તહસીલના વિઠ્ઠલપુર ગામમાં દીપડાએ એક યુવાનની હત્યા કરી હતી. રસ્તા પરથી પસાર થતા બાઇક સવાર પર હુમલો કર્યા પછી દિપડો તેને ખેંચીને ખેતરમાં લઇ ગયો હતો અને માથું કાપી નાખ્યું હતું. આજે સવારે ગામલોકોએ યુવકના મૃતદેહને ખેતરમાં જોયો હતો અને ગામમાં ખળભળાટ મચી ગયો હતો.

બનાવ અંગે માહિતી અનુસાર મૃતક અજિતસિંહ ભેડા દૂધ વેચતો હતો. શુક્રવારે મોડી સાંજે વિઠ્ઠલપુરથી દૂધ લઇને ગામ પરત ફરી રહ્યો હતો અને આ દરમિયાન દિપડાએ હુમલો કર્યો હતો. આજે સવારે અજિતની બાઇક રસ્તાના કાંઠે પડેલી હતી તેમજ તેના ધડ અને માથુ અલગ થઇ ગયા હતા.

ગ્રામજનોને જાણ થતાં પોલીસ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખેતરોમાં પંજાના નિશાન જોતા વન-વિભાને પુષ્ટિ કરી છે કે, અજિત પર દીપડાએ હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *