શાહપોરની યુવતી સાથે દુષ્કર્મ આચરી, સુરતના યુવાને કર્યું એવું કૃત્ય કે…

શાહપોર ખાતે રહેતી સગીરાને યુવકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તેને છોડી દીધી હતી. તેનું અન્ય યુવતી સાથે અફેર હોવાની શંકા કરતા યુવકે આવેશમાં…

શાહપોર ખાતે રહેતી સગીરાને યુવકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તેને છોડી દીધી હતી. તેનું અન્ય યુવતી સાથે અફેર હોવાની શંકા કરતા યુવકે આવેશમાં આવી સગાઈ તોડી નાંખતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શાહપોર ખાતે રહેતી ૧૭ વર્ષીય સગીરા એ જૈમીન ઉર્ફે મોહમ્મદ અરહાન શેખ સાથે મુસ્લિમ રીતિરિવાજ મુજબ સગાઈ કરી હતી. સગાઈના બીજા દિવસે જૈમીન સગીરાને પોતાના વેસુમાં આવેલા મકાનમાં લઈ જાય બળજબરીપૂર્વક કુકર્મ આચર્યું હતું. ત્યારબાદ ફરવાના બહાને વેસુ અને રાંદેર સ્થિત મકાને લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો ત્યાર બાદ સગીરાને ધ્યાનમાં આવ્યું હતું કે જૈમીન અન્ય છોકરીઓ સાથે પણ ફોનમાં વાતચીત કરે છે.

ઘરે આવી સગીરાએ જૈમીનનું અન્ય છોકરીઓ સાથે લફરું હોવાની વાત કરી હતી, જેથી જૈમીનને ઘરે બોલાવી અફેર અંગે પુછાતા જૈમીન ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો ચાલુ કર્યો હતો અને બાદમાં લગ્ન નથી કરવા એમ કહી સગાઈ તોડી નાખી હતી.

ત્યારબાદ તે વડોદરા ખાતે માતા-પિતાના ઘરે રહેવા માટે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વારંવાર ફોન કર્યા તો લગ્ન ન કરવાનું જ કહેતો રહ્યો, જેથી લગ્નની લાલચે શારીરિક શોષણ કરી તરછોડી દેનાર જૈમીન સામે ગુનો નોંધી પોલીસે તેની અટકાયત કરી હતી. જમીને હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. તે વડોદરા ખાતે નોકરી કરે છે. આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ પીઆઈ ભરવાડ કરી રહ્યા છે.

યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદ તેમનો વિશ્વાસ કેળવવા માટે લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ લગ્નની વાત સગીરા જ્યારે પણ કરતી હતી ત્યારે તે કોઇને કોઇ બહાનું બતાવી દેતો હતો. જ્યારે આ યુવક દ્વારા યુવતીને ફોસલાવી ને અલગ અલગ સ્થળે એકાંત જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *