સુરતમાં રક્ષક જ બન્યા ભક્ષક: પોલીસ દ્વારા ગુના વિના યુવકને ઢોર માર મારતા પત્નીએ માનવઅધિકારમાં કરી ફરિયાદ

સુરતમાં ગત ગુરુવારના રોજ કતારગામમાં એક વ્યક્તિને કોઈ પણ જાતના વાંક-ગુના વગર પોલીસ સ્ટેશનમાં લાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મીધામ સોસાયટીના રહેતા ભરતભાઈ મોરડીયા કેસરબા માર્કેટમાં રાહુલ કળશીયાને ત્યાં બે વર્ષથી નોકરી કરે છે. ઓફિસમાં 12 લાખના હીરા ચોરી થયા હતા. પોલીસે આ મામલે ચાર દિવસ પહેલાં 8 જણાંને શંકાના આધારે કોઇપણ પુરાવા વિના ઉપાડી ગયા હતા. જ્યાં ચોરી થઇ ત્યાં સીસીટીવી પણ નથી. તેમ છતાં પોલીસ દ્વારા પુરાવા વગર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, કતારગામ પોલીસે ફરિયાદ પણ દાખલ કરી ન હતી. ત્યાં પીએસઆઈ એસઆર રાજપુત તેમજ અન્ય પોલીસવાળાઓએ ભરત મોરડીયાને ઢોર માર માર્યો હતો. ભરતના શરીરે તો મારવાના નિશાન પડ્યા હતા. ભરતના ભાઈ અંકિતે શુક્રવારે પોલીસ કમિશનરને રૂબરૂ મળીને કતારગામ પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ પર જે બર્બરતા કરવામાં આવી તેની ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનરે તપાસ કરીને ભરતભાઈને ન્યાય અપાવવાનો ભરોસો આપ્યો હતો.

ભરતભાઈના પત્ની સોનલબેન દ્વારા માનવ અધિકાર પાસે આ ઘટનામાં સાચો ન્યાય આપવાની માંગ કરી હતી. 18 સપ્ટેમ્બરના રોજ સોનલબેને માનવ અધિકારમાં પત્ર દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તારીખ 14-9-2019 ના રોજ મારા પતિ તેઓના કારખાને કતારગામ ખાતે ગયેલ હોય ત્યારે તેઓના કારખાને કતારગામ પોલીસ સ્ટેશન ના માણસો આવીને મારા પતિને કતારગામ પોલીસ સ્ટેશનમાં જબરજસ્તી થી લઈ ગયેલા હતા અને પોલીસ સ્ટેશનમાં માર પણ મારવામાં આવ્યો હતો. આથી મારા પતિને તેઓના માર મારવાના કારણે ખૂબ જ દુ:ખાવો થઈ રહ્યો હતો જેના કારણે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આજે જોરદાર પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી.

ભરતભાઈના પત્ની સોનલબેન દ્વારા માનવ અધિકારમાં કરવામાં આવેલ વિનંતીને ધ્યાનમાં રાખીને માનવ અધિકાર દ્વારા ન્યાય આપતો પત્ર પણ મોકલવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે, જય ભારત, તારીખ 14-9-2019 ના રોજ સવારે આશરે 11:30 દરમિયાન ભરતભાઈ અમરશીભાઈ મોરડીયા જે ઓ પોતે હીરા મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા, તેઓને હીરા ચોરીના શંકાના દાયરામાં કતારગામ પોલીસના પી.એસ.આઇ એસ.આર રાજપુત સાહેબ તેમજ અન્ય સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ઢોરમાર મારવામાં આવેલ છે.

આ કેસની વિગત માં વધુમાં જણાવવાનું કે, ભરતભાઈ મોરડીયા કેસરબા માર્કેટ માં આવેલ છેલ્લા બે વર્ષથી હીરાના કારખાનામાં કામ કરતા આવેલ છે. તારીખ 13-9-2020 ના રોજ કારખાનામાં બિકરમાં મુકેલ હીરા સવારે ન મળતા કારખાનાના માલિક રાહુલભાઈ કલસરિયા દ્વારા કતારગામ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ કતારગામ પોલીસ આઠ જેટલા કર્મચારીઓને ઉપાડી ગઇ હતી. જેમાં ભરતભાઈ અમરશીભાઈ મોરડીયા ને થાપા, કમર, જાંઘની નીચે અને પગ ના ગોઠણથી નીચેના ભાગમાં ગંભીર રીતે ઈજાઓ થઈ હતી. ત્યાર પછી ભરતભાઈ મોરડીયા ને ચોરી નથી કરી હોવાનું કહેતા તેઓને 6:30 છોડી મુકવામાં આવ્યા હતા. અને તેમને થયેલ ગંભીર ઇજાઓને કારણે તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હીરાની ચોરી કોણે કરી એ વિષય હજુ તપાસનો વિષય છે તો ભરતભાઈ મોરડીયા ને આટલો ઢોરમાર શું કામ મારવામાં આવ્યો એ સવાલ થાય છે. આપ સાહેબને નમ્ર વિનંતી કે, ભરતભાઈ મરડિયા ને ઢોરમાર મારવામાં જે વ્યક્તિઓ જવાબદાર છે તે તમામની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને પીડિત ને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. આ સાથે આપ સાહેબને વધુમાં જણાવવાનું કે,પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ હમેશા બની રહે એ સમાજની તંદુરસ્તી માટે અતિઆવશ્યક છે.ત્યારે જો પ્રજાના રક્ષકો જ આવી ગંભીર બેદરકારી દાખવતા હોય તો પ્રજા ન્યાયની અપેક્ષા કઈ જગ્યાએ રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *