“બચાવી લો મને આ મને મારી નાખશે”: મુંબઈમાં નોકરી દરમિયાન અફઘાની યુવકના પ્રેમજાળમાં ફસાઈ યુવતી, પછી કાબુલ લઈ જઈને વેચી દીધી

કાનપુર: કાનપુરની એક યુવતીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલી છે. તેને પોતાની માને ફોન કરીને ભારત પરત આવવા માટે મદદ માંગી છે. માને ફોન પર યુવતીએ જણાવ્યું હતું…

કાનપુર: કાનપુરની એક યુવતીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલી છે. તેને પોતાની માને ફોન કરીને ભારત પરત આવવા માટે મદદ માંગી છે. માને ફોન પર યુવતીએ જણાવ્યું હતું કે, તેને કાબુલથી 80 કિલોમીટર દૂર ઝુરમુટ નામની જગ્યાએ રાખવામાં આવેલ છે, જ્યાં તેને બંધક બનાવીને મારવામાં આવી રહી છે.

યુવતીની માએ જણાવ્યું હતું કે, મુંબઈમાં નોકરી કરવા માટે તેમની દીકરી ગઈ હતી, જ્યાં તેને એક અફઘાની યુવક સાથે પ્રેમ થયો હતો ત્યારબાદ પ્રેમી તેને ફસાવીને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયો હતો. ત્યાં સ્થિતિ ખરાબ થતાં જ યુવતીને વેચીને ભાગી ગયો હતો. મંગળવારે કાનપુર સાઉથના ડીસીપીને યુવતીની માએ મળીને દીકરીને ભારત લાવવાની માગ કરી છે. તો વિદેશ મંત્રાલયને પણ દીકરીની સ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. કાબુલની રેસ્ક્યૂ ઓફિસને વિદેશ મંત્રાલયે વ્હોટ્સએપ પર ડિટેઈલ મોકલી છે.

ડીસીપી સાઉથે ય્વૈની માતાને જણાવ્યું હતું કે, એક પ્રાર્થના પત્ર લખીને આપી દો, તો તેઓએ કહ્યું કે, ‘દીકરીના દર્દ અને તેના પર થયેલા જુલ્મોની દાસ્તાં એટલી લાંબી છે કે પાનાં પણ ઓછા પડે છે. તેમ છતાં હું તમને સમગ્ર વાત કરવાની સાથે પાનાંમાં મુખ્ય વાતોને લખીને આપી રહી છું. એક મહિલા ઓફિસર હોવાને કારણે તમે મહિલાનું દર્દ સમજી શકો છો. મારી દીકરીને બચાવી લો.’

2013માં કાનપુરના બાબુપુરવા પોલીસ સ્ટેશનના બગાહી વિસ્તારમાં રહેતી સમીરુલ નિશાની દીકરી હિના ખાન નોકરી કરવા મુંબઈ ગઈ હતી. જ્યાં એક અફઘાનિસ્તાનના યુવકે તેને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી યુવક તેને લઈને અફઘાનિસ્તાન જતો રહ્યો હતો. ત્યારબાદ હવે દીકરીને વેચવા અને બંધક બનાવીને મારવામાં આવતી હોવાની માહિતી મળી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *