ભાજપના સંકલ્પ પત્રમાં એક એવું વચન આપ્યું છે કે આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર માત્ર બુનિયાદી ઢાંચા માટે એટલે કે ડેવલોપમેન્ટ પાછળ રૂપિયા 100 લાખ કરોડનો ખર્ચ કરશે. આશ્ચર્યની વાત એ છે કે દેશનું એટલે કેન્દ્ર સરકારનું વાર્ષિક બજેટ 22 લાખ કરોડનું છે.
પાંચ વર્ષનું બજેટ જોઈએ તો 110 લાખ કરોડ રૂપિયા થાય આવી સ્થિતિમાં ભાજપ સરકાર પાંચ વર્ષના બજેટનો તમામ ખર્ચ માત્ર બુનિયાદી ઢાંચા પાછળ જ કઈ રીતે વાપરી શકે તે કોઈને પણ સમજાતું નથી. આ શક્ય પણ નથી. ધોળે દિવસે રાજકીય પક્ષો મતદારોને તારા બતાવી રહ્યા છે. આ જ રીતે કોંગ્રેસે પણ મીનીમમ આવકની સ્કીમ બતાવી છે. જે મુજબ બાર હજારથી ઓછી કોઈ સેવા પરિવારને કેન્દ્ર સરકાર દર મહિને બાર હજાર રૂપિયામાં ખૂટતી રકમ આપી દેશે, પરંતુ તેના માટેના ચોક્કસ નિયમો શું છે અને આ યોજનાનો વાસ્તવમાં આવક થશે કે કેમ તેની કોઈને ખબર નથી. આજ રીતે ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો અને કાશ્મીરમાંથી 370મી કલમ દૂર કરવાનો વાયદો પણ આપ્યો છે.
સિવિલ કોડની પણ વાત કરી છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ આ વાયદાઓ કરી રહ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવાનું વચન પણ આપેલું છે. ભાજપ-કોંગ્રેસના મેન ફેસ ટુ અને સંકલ્પ પત્રનો અભ્યાસ કર્યા બાદ જાગૃત નાગરિકોએ હવે સોશિયલ મીડિયા પર આ સંદર્ભમાં ટીકા-ટિપ્પણી શરૂ કરી છે. જેમાં ઘણા લોકોએ એવો મત વ્યક્ત કર્યો છે કે લોભામણી જાહેરાતો અને વચ્ચેનો આપીને સત્તા મેળવતા રાજકીય પક્ષો કે તેના નેતાઓ સત્તા મળ્યા બાદ જો પોતે આપેલા વચન પૂરા ન કરે તો તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ તેમજ આવા નેતાઓને જેલ ભેગા કરવા જોઈએ એટલું જ નહીં આવા નેતાઓની રાજકીય પક્ષની માન્યતા પણ રદ કરી દેવી જોઈએ.
લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો કોના બાપની દિવાળી કહેવતની જેમ મનફાવે તેવા વચનો અને લોભામણી જાહેરાતો કરતા હોય છે. વર્ષોથી રાજકીય પક્ષો અને તેના નેતાઓ આ પ્રકારના ખોટા વચનો આપે છે. જેમાંથી 90 ટકાથી વધુ વચનો ખોટા સાબિત થતા હોય છે. આ વખતે પણ ભાજપ તથા કોંગ્રેસ દ્વારા આવા અનેક વચનો અપાયા છે કે જે પુરા કરવા મુશ્કેલ નહીં પણ અશક્ય છે.
જો કાયદામાં સુધારો કરીને આ પ્રકારના નિયમો લાવવામાં આવે તો રાજકીય પક્ષો ખોટા વચનો આપશે નહીં અને જે વચનો પુરા થઈ શકતા હશે તેટલી જ વાર્તા મતદારો સમક્ષ કરશે જેથી રાજકીય પક્ષોને અંતે વાયદાનો વેપાર બંધ કરવાની ફરજ પડશે.