ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ (India vs England 2022) T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ(Semifine)માં ટીમ ઈન્ડિયાને (Team India) ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા, લક્ષ્ય સુધી પહોચવા ઇંગ્લેન્ડે જોરદાર બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડે માત્ર 16 ઓવરમાં 10 વિકેટે જીત મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાના બોલરો ફરી એકવાર નિષ્ફળ થયા અને વિકેટ લેવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ મેચ પ્રેઝન્ટેશનમાં હર્ષા ભોગલેને કહ્યું – આજે જે બન્યું તેનાથી ખૂબ જ નિરાશ છું, સ્કોર મેળવવા અમે સારી બેટિંગ કરી હતી. કેપ્ટને કહ્યું કે, અમે બોલિંગને લઈને યોગ્ય સાબિત નહોતા થયા. રોહોત શર્માએ નોકઆઉટ મેચોમાં દબાણ ન સંભાળવાનું મોટું કારણ આપ્યું. “તે નોકઆઉટ મેચોમાં દબાણને હેન્ડલ કરવામાં સક્ષમ ન હોવાને લીધે, તમામ ક્રિકેટરોએ દબાણનો સામનો કર્યો”
ટીમ ઈન્ડિયા આઈપીએલ મેચોમાં પણ દબાણ હેઠળ રમેલ છે, આવી પરિસ્થિતિમાં શાંત રહેવાની સૌથી મોટી વાત છે. કેપ્ટને આગળ કહ્યું- શરૂઆતમાં ખેલાડીયો નર્વસ હતા, પરંતુ તેમના ઓપનરો ખુબ જ સારું સારું રમ્યા. ભુવીની બોલિંગ અને સ્વિંગમાં મદદ ન મળવા વિશે રોહિતે કહ્યું – મને લાગ્યું કે પ્રથમ ઓવરમાં થોડો સ્વિંગ હતો, પરંતુ તે યોગ્ય ન થયું.’
જ્યારે અમે પહેલી ગેમ જીતી ત્યારે અમે ખૂબ જ જોશ બતાવ્યું. બાંગ્લાદેશ સામેની મેચ ખુબ જ મુશ્કેલ હતી. મને લાગ્યું કે અમે આ મેચ હારી જશું પરંતુ ટીમે કમબેક કર્યું અને હારેલી મેચ જીતી. કમનસીબે આ મેચમાં આવું શક્ય ન થયું અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. પહેલીથી જ ટીમ પ્રેશરમાં રમતી હતી, અને ઇંગ્લેન્ડની બેટિંગ જોઈ બોલરો પણ પ્રેશરમાં આવી ગયા હતા, જે સૌથી મોટું કારણ બન્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.