વરરાજાને હાર પહેરાવ્યા બાદ અચાનક ગાયબ થયેલી દુલ્હનની લાશ ગળાફાંસો ખાઈને લટકતી મળી આવી હતી. જયમાળા બાદ દુલ્હન તેના ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. સંબંધીઓ તેની શોધમાં લાગ્યા હતા. બીજા દિવસે ગાયબ થયેલી દુલ્હનનો મૃતદેહ મળી આવ્યો હતો.
પાનેતરના દુપટ્ટા વડે ઝાડ પર લટકતી હાલતમાં દુલ્હનો મૃતદેહ મળી આવ્યો હતો. દુલ્હનો મૃતદેહ 15 ફૂટની ઊંચાઈએ લટકતો હતો. ત્યારબાદ પોલીસને સમગ્ર ઘટના વિશે જાન કરવામાં આવી હતી અને પોલસ તરત જ ઘટના સ્થળે આવી પહોચી હતી. ત્યાર બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ ઘટના ચૌરા ખાસ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સામે આવી છે. જ્યાં એક યુવતીના લગ્ન હતા લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. રાત્રે 11 વાગ્યે, વર-કન્યા એકબીજાને હાર પહેરાવે છે. આ પછી દુલ્હનને સ્ટેજ પરથી ઘરે લઈ જવામાં આવી હતી.
રાત્રે 1 વાગ્યાની આસપાસ જ્યારે કન્યાને વિધિ માટે પરત બોલાવવામાં આવી ત્યારે તે રૂમમાં નહોતી. મામલાની માહિતી મળતાં પરિવારના લોકો અને બારતીઓ બંનેએ કન્યાની શોધ શરૂ કરી હતી. દુલ્હન ક્યાંય ન મળી આવતા વરરાજાએ તેની નાની બહેન સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના બીજા દિવસે સવારે, દુલ્હનનો મૃતદેહ ગામના ખેતરના એક વૃક્ષ પર લટકતો મળી આવ્યો હતો. મૃતદેહ જોઈને ગ્રામજનોએ તરત જ દુલ્હનના પરિવારજનોને જાણ કરી હતી. ત્યાર બાદ બારતીઓ અને પરિવારજનો તરતજ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાર બાદ પોલસને ઘટના સ્થળે બોલવામાં આવ્યા હતા.
પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસ યુવતીના પરિવારજનો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. ગાલ પોલીસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી પરિવારના તમામ લોકો અને વર પક્ષ વાળા પણ આઘાતમાં છે. તમામના મનમાં એકજ સવાલ છે કે, આ આખરે યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું હશે. હાલ પોલીસ પરિવારને પૂછી રહી છે કે યુવતીના લગ્ન બળજબરીથી કરવામાં આવ્યા હતા કે નહી એ. હાલ પોલસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.