સુરતમાં પિતાની હત્યા કરી ભાગેલા પુત્રએ ચોથા દિવસે પ્રયાગરાજ જઈ ગંગા કિનારે મુંડન કરાવી પૂજારી પાસે પિતાની પૂજા કરાવી હતી. દીકરાના અભ્યાસ બાબતે સામાન્ય માથાકૂટમાં પિતા-પુત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેમાં અલથાણ ધીરજ સન્સની પાસે સેન્ટોસા હાઈટ્સમાં રહેતા સંજય અગ્રવાલે પિતા મોહન અગ્રવાલને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ગણતરીના કલાકોમાં ત્યાંથી ભાગી ગયો હતો.
સુરતની ખટોદરા પોલીસે હત્યારા પુત્રને રાજસ્થાનના ભીલવાડાથી દબોચી લઈ ધરપકડ કરી હતી. હત્યારાએ ઓળખ છુપાવવા સંજય અગ્રવાલને બદલે મનોજ નામ ધારણ કરી રહેતો હતો. હત્યા કરી પુત્ર સંજય 29 જુલાઇએ પોતાના લેસપટ્ટીના કારખાનામાં રાતવાસો કર્યો હતો. બીજા દિવસે 30મીએ સુરતથી કોટા અને કોટાથી ઝારખંડ બસ દ્વારા મુસાફરી કરી હતી. ઝારખંડમાં 3 દિવસ મિત્રને મુશ્કેલીનું કહીને ત્યાં રોકાયો હતો.
ત્યારબાદ ટ્રેન મારફતે પ્રયાગરાજ ગયો અને ત્યાં ગંગા કિનારે મુંડન કરાવી પૂજારી પાસે વિધિ કરાવી 3થી 4 કલાક રોકાય ટ્રેનમાં કાનપુર આવ્યો હતો. કાનપુરમાં બે દિવસ હોટેલમાં રહ્યા બાદ રાજસ્થાનના ભીલવાડા ગયો હતો. મિત્રને ત્યાં રોકાય પાછો બસમાં સુરત આવ્યો હતો. પણ પકડાય જવાની બીકે પાછો હાઇવે પરથી જ પાછો ચાલી ગયો અને ત્યાંથી કાનપુરની બસમાં બેસી ગયો.
કાનપુરમાં એક દિવસ રોકાયા બાદ પાછો ભીલવાડા ગયો અને જૂના એક મિત્રની પાસેથી રૂપિયા અને બાઇક લઈ ત્યાં રહેવા લાગ્યો હતો. હત્યારાએ મુંડન કરાવ્યું ઉપરથી માસ્ક પહેર્યું છતાં ખટોદરા પોલીસે તેને મોબાઇલ લોકેશન આધારે ભીલવાડામાંથી દબોચી લીધો હતો. હત્યા કરી 14 દિવસ સુધી તે ભાગતો ફરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews