પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં વધારો થયા બાદ સામાન્ય જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. સિંગતેલ(Sing oil) અને કપાસિયા તેલ(Cottonseed oil)ના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલમાં ડબ્બે રૂપિયા 80 અને કપાસિયા તેલમાં રૂપિયા 60નો ધરખમ વધારો કરાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2550 રૂપિયાથી 2590 રૂપિયા થઇ ગયા છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2425 રૂપિયાએ પહોંચી ગયો છે. તહેવારની સીઝનમાં ખાદ્યતેલના ભાવમાં વધારો(Rising edible oil prices) થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય ગયું છે.
મોંઘવારીનો વધુ એક માર, જનતા પર સવાર:
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. સિંગતેલમાં ડબ્બે રૂ.80 અને કપાસિયા તેલમાં રૂ.60નો વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2550થી વધીને 2590 રૂપિયા થયા છે.
જયારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2425 રૂપિયાએ પહોંચી ગયો છે. એક તરફ કપાસ અને મગફળીની આવક થઇ છે અને બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.
સિંગતેલના ભાવ પહોચ્યા આસમાની સપાટીએ:
વર્ષ 2016માં સિંગતેલના ભાવ 1745-1750 રૂપિયા હતો. વર્ષ 2017માં સિંગતેલના ભાવ 1760-1770 રૂપિયા હતો. વર્ષ 2018માં સિંગતેલના ભાવ 1470-1480 રૂપિયા હતો. વર્ષ 2019માં સિંગતેલના ભાવ 1660-1670 રૂપિયા હતો. વર્ષ 2020 માં સિંગતેલના ભાવ 2060-2250 રૂપિયા હતો. વર્ષ 2021 માં સિંગતેલના ભાવ2400થી 2600ની વચ્ચે રહ્યો છે.
રાજ્યના આ શહેરમાં ઈંધણના ભાવ થયા 100 રૂપિયાને પાર:
ગુજરાત રાજ્યના અનેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઇ ચુક્યા છે. ત્યારે આજે રાજ્યના અમદાવાદમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં વધારો થતા પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે જેને લઈને સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. જો વાત કરવામાં આવે તો પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ રૂપિયા 38 પૈસાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં પણ સતત વધારો થતા ડીઝલ પણ થોડા જ દિવસોમાં 100 રૂપિયા પહોંચી જાય તો નવાઈ નહિ. હાલ શહેરમાં ડીઝલના ભાવ પ્રતિ લીટર 98.90 રૂપિયા સુધીની સપાટીએ પહોંચી ગયા છે.
આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ-ઓઈલના ભાવમાં થયો વધારો:
આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ-ઓઈલના વધતા જતા ભાવની અસરને પગલે રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં પેટ્રોલના ભાવ 99.96 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલનો ભાવ 99.14 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલનો ભાવમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જયારે તો ડિઝલના ભાવમાં 38 પૈસાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ભાવનગર શહેરમાં હાલ પેટ્રોલનો 101.73 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 100.58 આસમાની સપાટીએ પહોંચી ગયો છે.
પેટ્રોલના ભાવમાં થઇ રહ્યો છે સતત વધારો:
રાજ્યના સુરતમાં પેટ્રોલના ભાવ 99.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 98.85 રૂપિયા પ્રતિ લીટર, તો જામનગરમાં પેટ્રોલનો ભાવ 99.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 98.84 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે, સાથે વડોદરામાં પણ પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચી ગયો છે અને ડીઝલનો ભાવ 98.93 થઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.