ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણ વાહનોમાં લાગી આગ- એક જીવતો ભૂંજાયો

ગુજરાત(Gujarat): બનાસકાંઠામાં ડીસા પાલનપુર નેશનલ હાઈવે(Deesa-Palanpur National Highway) પર ભોયણ ગામ(Bhoyan Village)ના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માત (Accident in Banaskantha)માં ત્રણ વાહનો સળગી ગયા હતા. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષા (Auto Rickshwaw) પણ સળગી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક મુસાફર જીવતો જ ભૂંજાયો હતો, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ બનાવમાં કુલ બે લોકોનાં મોત થયા છે.

ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડિવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રિક્ષા ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બંને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ જવા પામી હતી.

જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો કાર પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી. આ રીતે ચાર વાહનો વચ્ચે અકસ્માત(4 vehicles collide near Bhoyan village)  થયો હતો. જોકે, બંને ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષામાં અચાનક આગ લાગતા ટ્રક, ટ્રેલર અને રિક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે ધૂમાડાના ગોટેગોટા ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં મુસાફરો બેઠેલા હોવાથી તેમજ તેઓ બહાર ન નીકળી શકતા અફડાતફડી સર્જાઇ હતી.

ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બંને ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસ, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જે બાદમાં ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલો એક મુસાફર જીવતો ભૂંજાયો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ચાર દિવસમાં અલગ-અલગ પાંચ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ નવ જેટલા લોકોનાં કરુણ મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *