ગુજરાત(Gujarat): ગૃહિણીઓને એક ઉપર એક ફરી ફટકો પડી રહ્યા છે. જેને કારણે હવે મહિલાઓનું બજેટ ખોરવાય ગયું છે. એક બાજુ ગેસના બાટલાના ભાવ, શાકભાજીના ભાવ, દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે ત્યા હવે ખાદ્ય તેલ(Edible oil)ના ભાવમાં પણ ભડકો થયો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા આમ જનતા પર ફટકો પડ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ(Sing oil) અને કપાસિયા તેલ(Cottonseed oil)ના ભાવમાં એક સાથે 30 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો(Edible oil price hike) ગણવામાં આવી રહ્યો છે.
નવા ભાવ મુજબ જોવામાં આવે તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2630 રૂપિયાએ પહોંચી ગયો છે. તો બીજી બાજુ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500થી વધીને 2580 થઇ ગયો છે. ખાદ્ય તેલના ભાવમાં સતત 6 મહિનાથી વધારો થઈ રહ્યો છે. એક બાજુ, પેટ્રોલ-ડીઝલ અને તેલના ભાવમાં ધરખમ વધારો થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી બાજુ હવે જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ પણ વધતા જનતાને કરવું શું તે અંગે ખબર નથી પડી રહી.
હાલ જીવન જરૂરિયાતી તમામ ચીજ વસ્તુઓની કિંમતમાં ધરખમ વધારો થઈ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યુક્રેન-રશિયાના યુદ્ધની અસરના નામે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. ત્યારે એક મહિનામાં તેલના ભાવમાં આ બીજીવાર વધારો નોંધાતા હવે મહિલાઓનું બજેટ ખોરવાય ગયું છે. છેલ્લા પચ્ચીસ દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં તોતિંગ ભાવ વધારો થવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેને કારણે હવે, મહિલાઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ સતત વધારો થઇ રહ્યો છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી જેને કારણે તેલિયા રાજા બેફામ બની રહ્યાં છે, જેની અસર આમ જનતાના ખિસ્સા પર પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.