RRR બાદ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ બનાવશે SS રાજામૌલી- બજેટ અને સ્ટાર કાસ્ટ જાણી ચક્કર આવી જશે

એસ.એસ. રાજામૌલી (SS Rajamouli)ની આરઆરઆર (RRR) ફિલ્મએ એક પછી એક બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશો પણ…

એસ.એસ. રાજામૌલી (SS Rajamouli)ની આરઆરઆર (RRR) ફિલ્મએ એક પછી એક બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશો પણ બંપર કમાણી કરી છે અને હજુ પણ તેની ધૂમ કમાણી ચાલું છે. એસએસ રાજામૌલી (SS Rajamouli) હવે મહેશ બાબુ (Mahesh Babu) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે ફિલ્મ બનાવશે, આ ફિલ્મનું બજેટ આરઆરઆરના બજેટ (RRR Budget) કરતા પણ ઘણુ મોટુ હોવાની ચર્ચા થઈ રહી છે. આંકડો જાણી તમે પણ ચોંકી જશો.

એસએસ રાજામૌલી(SS Rajamouli) ની આગામી ફિલ્મ કે જેમાં મહેશ બાબુ (Mahesh Babu) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે જોવા મળશે. તે ફિલ્મનું બજેટ(Film Budget) 800 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે, આરઆરઆર(RRR) 550 કરોડના બજેટ પર બનાવવામાં આવી હતી. હજુ સુધી આગામી ફિલ્મને કોઈ નામ આપવામાં આવ્યું નથી. એસએસ રાજામૌલી (SS Rajamouli)ની આ ફિલ્મને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કે.એલ.નારાયણ (K. L.Narayana) દ્વારા તેમના બેનર શ્રી દુર્ગા આર્ટ્સનો સપોર્ટ મળશે. તો બીજી તરફ કે.વી.વિજયેન્દ્ર પ્રસાદે (K. V. Vijayendra Prasad) લખેલી આ ફિલ્મનું શૂટિંગ આફ્રિકાના જંગલોમાં થાય એવી શક્યતા છે.

જાણીતા ફિલ્મ વિવેચક અને ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુ(Umair Sandhu)એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આ સ્પષ્ટ સમાચાર છે કે, અભિનેત્રી આલિયા ભટ્ટ(Alia Bhatt)ને નિર્દેશક એસએસ રાજામૌલીની(SS Rajamouli) આગામી ફિલ્મ માટે ફાઈનલ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે મહેશ બાબુ (Mahesh Babu)ની સાથે જોવા મળશે. ઉમૈર સંધુનું ટ્વિટ જોઈ શકો છો. સાથે સાથે રાજામૌલી (SS Rajamouli) ના ચાહકોમાં એવી ચર્ચા શરૂ થઇ ગઈ છે કે તેમની અગામી ફિલ્મ હોલીવુડ(Hollywood)ની ફિલ્મ જેમ્સ બોન્ડથી પ્રેરિત પણ હોઈ શકે છે.

એસએસ રાજામૌલી (SS Rajamouli) ની ફિલ્મમાં હવે મહેશ બાબુ (Mahesh Babu) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) ઓન-સ્ક્રીન રોમાન્સ કરતા દેખાશે, જંગી બજેટ(Big Budget) ધરાવતી આ ફિલ્‍મ તેલુગુ, હિન્‍દી, તમિલ, મલયાલમ, કન્નડ અને અન્‍ય ભારતીય અને વિદેશી ભાષાઓમાં રીલીઝ થનાર છે. ફિલ્‍મના સ્‍ક્રીન રાઇટર કે.વી.વિજયેન્‍દ્ર પ્રસાદે (K. V. Vijayendra Prasad)સ્‍પષ્ટતા કરી છે કે, ફાઇનલ સ્‍ટોરી હજુ પૂરી થઇ નથી. એસએસ રાજામૌલી (SS Rajamouli) ની આ ફિલ્મ તેલુગુ ફિલ્‍મ ઉદ્યોગમાં અત્‍યાર સુધીની સૌથી મોંદ્યી ફિલ્‍મ બનવાની અપેક્ષા છે. તાજેતરમાંજ એક ઇન્ટરવ્યુંમાં આ અંગેની જાહેરાત એસએસ રાજામૌલી (SS Rajamouli)  દ્વારા કરવામાં આવી હતી.

આલિયા ભટ્ટ(Alia Bhatt) સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhnasali)ની હિરોઈન બનીને ગંગુબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiyawadi)ની સફળતાનો સ્વાદ ચાખી રહી છે. આ સમયે આલિયાને બોલિવૂડની ટોચની અભિનેત્રી કહેવામાં આવે છે. તો બીજી તરફ મહેશ બાબુ (Mahesh Babu)સાઉથનો સુપરસ્ટાર છે, લાખો યુવતીઓ તેની ક્યુટનેસ પર ફિદા છે. તે વર્ષોથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. મહેશ બાબુની (Mahesh Babu) વાત કરીએ તો તે સાઉથની ફિલ્મોનો જીવ છે અને સેકંડો લોકોના દિલમાં વસે છે. તો આલિયાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(Film Industriz) સારી પકડ છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.જો આ જોડી સાથે આવે તો ફિલ્મ ઘણા બધા રેકોર્ડ તોડશે એ નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *