પાટીદારોનું ગૌરવ સરદારના દીકરી મણીબેન પટેલ કે જેઓ હતા સરદાર સાહેબના PA- આજે તેમનો જન્મદિવસ

વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈ પટેલ બનાવવામાં જેટલો ફાળો ગાંધીજીનો હતો તેટલો જ ફાળો મણીબહેન પટેલનો પણ હયો. મણિબેન પટેલ ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને ભારતીય…

વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈ પટેલ બનાવવામાં જેટલો ફાળો ગાંધીજીનો હતો તેટલો જ ફાળો મણીબહેન પટેલનો પણ હયો. મણિબેન પટેલ ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને ભારતીય સંસદના સભાસદ હતા. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. તેમનો અભ્યાસ મુંબઈમાં થયો હતો. ત્યારબાદ તેઓ નિયમીત રીતે અમદાવાદના સાબરમતી આશ્રમમાં સેવા આપતા હતાં. ત્યારે આજરોજ તેમના જન્મદિવસ નિમિતે અમે તમને તેમના જીવન અંગેની કેટલીક માહિતી જણાવશું.

મણિબેનનો જન્મ 3 એપ્રિલ 1903ના રોજ ગુજરાતમાં આવેલા કરમસદમાં થયો હતો. તેઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના કાકા વિઠ્ઠલભાઈ પટેલે તેમનો ઉછેર કર્યો હતો. તેમણે  મુંબઈની ક્વીન મેરી હાઈસ્કુલમાં શરૂઆતનો શાલેય અભ્યાસ કર્યો હતો. ઈ.સ. 1920માં તેમણે અમદાવાદ સ્થળાંતર કર્યું અને ત્યાં ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખ્યો. ઈ.સ. 1925માં તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ તેમના પિતાના કાર્યમાં મદદ કરવા લાગ્યા.

મણિબહેન એક સમર્પિત જીવન
સમર્પિત બહુ મુશ્કેલ બાબત છે. મણિબહેન વિશે લખાયેલું આવું જ એક પુસ્તક હમણાં જ પ્રકાશિત થયું છે (લેખક: મેઘ ગોપાલભાઈ ત્રિવેદી; પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર; પૃષ્ઠ 120). આ મણિબહેનના જીવનનું વિગતવાર દૃશ્ય નથી, માત્ર એક ઝલક છે. જોકે, આ અવલોકન જાણવા જેવું છે. જીવનચરિત્ર લખવું એ સરળ કાર્ય નથી. ઘણા સંદર્ભો તપાસવા પડે છે અને તપાસ પછી તપાસ કરવી પડે છે.

પાંચ વર્ષના મણિબહેન માતાને ગુમાવી દે છે અને પછી ત્રણ વર્ષના નાના ભાઈ સાથે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક અંગ્રેજી ખ્રિસ્તી શિક્ષિકા પાસે શિક્ષણના શ્રી ગણેશ કર્યા. સરદાર બૅરિસ્ટરનું ભણવા માટે લંડન ગયા અને આ બે બાળકો માતા-પિતા વિહોણાં થયાં. આ ભાઈ-બહેન અંગ્રેજી શિક્ષિકા પાસે બે વર્ષ રહ્યાં અને આ બે વર્ષમાં બંને જણ ગુજરાતી ભાષા સદંતર ભૂલી જ ગયાં હતા. વલ્લભભાઈની ઇચ્છા મણિબહેનને આગળ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ મોકલવાની હતી. આવી માહિતી આપતી વખતે એના સ્રોત વિશે જાણકારી આપી હોત તો એની અધિકૃતતા સ્વીકારી શકાઈ હોત.

રાજકીય કારકિર્દી
એક સમયે મણીબેન પટેલ ગુજરાત પ્રાંત કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હતા. બાદમાં તેઓ AO જવાહરલાલ નેહરુ હેઠળ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રથમ લોકસભામાં દક્ષિણ ખેડા લોકસભા મતવિસ્તારમાંથી અને બીજી લોકસભામાં આણંદમાંથી ચૂંટાયા હતા. ઈ.સ 1953 થી 1956 સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસના સચિવ રહ્યા હતા. ઈ.સ1957 થી 1964 સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસના ઉપ-પ્રમુખ હતા.

તેઓ મુખ્ય કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા કે પછી સ્વતંત્રતા પાર્ટીના સભ્ય હતા કે પછી કોંગ્રેસના સભ્ય હતા તે વિષે ચોક્કસ માહિતી નથી. ઈ.સ 1967 થી ઈ.સ. 1971 દરમિયાન મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી કોંગ્રેસ અને સ્વતંત્રતા પાર્ટી બંને બળવાન હતી. તેમણે કટોકટીનો વિરોધ કર્યો અને 1977એ મહેસાણામાંથી જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *