હવસની આગમાં રાજકોટની વધુ એક દીકરી હોમાઈ, સમગ્ર ઘટના જાણી રુવાડા બેઠા થઇ જશે

દુષ્કર્મ (Mischief)ના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ (Rajkot)માંથી સામે આવ્યો છે. અહીં, સગીરાનું અપહરણ(Kidnapping) કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, આ સિવાય ધો.5ની માર્કશીટ (Marksheet)માં જન્મતારીખમાં પણ ચેડા કર્યા હતા. આ અંગે રાજકોટની સગીરાનું અપહરણ થયાની ગત 12મેના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન (Bhaktinagar Police Station)માં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન અપહરણ કરનાર આરોપી રાકેશ સાપરા ચોટીલા (Sapara Chotila)નો વતની હોવાનો ખુલાસો થયો હતો.

આ દરમિયાન ભક્તિનગર પોલીસ તપાસ માટે સુરેન્દ્રનગર પહોંચી હતી. અહીં ભોગ બનનાર સગીરા અને રાકેશ બંને મળી આવ્યા હતા. બાદમાં બંનેને રાજકોટ લાવવામાં આવતા રાકેશે સગીરા પર દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું. તેમજ સગીરાની ધો.5ની માર્કશીટમાં જન્મતારીખમાં ચેડા કરી વકીલને આપી હતી. બાદમાં વકીલે તલાટી મંત્રી સમક્ષ લગ્ન નોંધણી રજિસ્ટ્રાર કરાવી આપ્યા હતા. આથી પોલીસે વકીલની પણ ધરપકડ કરી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વકીલે આર્થિક લાભ મેળવવા લગ્ન નોંધણી રજિસ્ટ્રાર કરાવી આપ્યા:
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, ભોગ બનનાર સગીર હોવાને કારણે તેની ધો.5ની માર્કશીટ આરોપી રાકેશે મેળવી લઈ તેમાં જન્મના વર્ષમાં ચેડાં કર્યા હતા. આ બાદ ચોટીલાના ખુશીનગરમાં રહેતા વકીલ દિલીપ ઉર્ફે દિલાવર અલ્લારખા પરમારને આપી હતી.

આર્થિક લાભ મેળવવા વકીલ દિલીપે ચેડા કરેલી માર્કશીટના આધારે આરોપી રાકેશ અને ભોગ બનનાર સગીરાના ઉપલેટાના નાગવદરના તલાટી સમક્ષ લગ્ન નોંધણી રજિસ્ટ્રાર કરાવી આપ્યા હતા. જેના કારણે ભક્તિનગર પોલીસે આરોપી રાકેશ ઉર્ફે રવિ સુરેશ સાપરા (ઉં.વ.29) સામે પોક્સો અને બોગસ દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ વકીલની પણ ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *