સુરત(Surat): સુરત શહેરમાં વકીલ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra) પર સાજન ભરવાડ દ્વારા કરવામાં આવેલો હુમલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલાને લઈને હાઈકોર્ટ (High Court)માં મેહુલ બોઘરા દ્વારા જાતે જ કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્યારે એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલ હુમલા બાદ સુરત ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી છે. આ TRB જવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા તેમજ લાંબા સમયથી ફરજ પર હાજર ન રહેતા TRB સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 37 જેટલા TRB જવાનોનેને ડીસમિસ કરવામાં આવ્યા છે. વકીલ મેહુલ બોઘરા પર હુમલો કર્યા પહેલા પણ TRB જવાનો વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં ઘણા લાંબા સમયથી TRB જવાનો વાહન ચાલકો સાથે ગેર વર્તન કરી પૈસાની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદો નોંધવામાં આવી હતી. ત્યારે મેહુલ બોઘરા પર હુમલો થયા બાદ TRB જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.
મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને રાતના સમયે પોલીસ સ્ટેશનમાં સેકંડોની ભીડમાં આરોપી સાજન ભરવાડ સામે ફરિયાદ લેવાની ઉગ્ર માંગ કરી હતી. ઉગ્ર માંગ જોઈ પોલીસે પણ ફરિયાદ લઇ આરોપી વિરુદ્ધ કલમ આઇપીસી ૩૦૭ નોંધી ગુનો ફરિયાદ નોંધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.