સાવરકુંડલામાં પતિનું નિધન થતા મરણ મૂડીના 42 લાખ રૂપિયા દાન કરી સમાજ માટે ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું

સાવરકુંડલા(ગુજરાત): કોરોના(Corona)ની મહામારી દરમિયાન થયેલા લોકડાઉનના સમયમાં જ્યારે લોકોના ધંધા રોજગાર બંધ હતા. ત્યારે કેટલાક લોકોને જમવાનું પણ મળતું ન હતું. આ દરમિયાન, સામાજીક સંસ્થાઓ…

સાવરકુંડલા(ગુજરાત): કોરોના(Corona)ની મહામારી દરમિયાન થયેલા લોકડાઉનના સમયમાં જ્યારે લોકોના ધંધા રોજગાર બંધ હતા. ત્યારે કેટલાક લોકોને જમવાનું પણ મળતું ન હતું. આ દરમિયાન, સામાજીક સંસ્થાઓ અને દાનવીર લોકોએ આગળ આવીને લોકોની મદદ કરી હતી. ત્યારે આજે અમે તમને એક એવા વૃદ્ધાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની મરણમૂડી દાનમાં આપી છે. આ વૃદ્ધાએ સાવરકુંડલા(Savarkundla)માં લોકોને મફતમાં આરોગ્યની સારવાર આપતી હોસ્પિટલ(Hospital)માં પોતાની મરણમૂડીનું દાન આપી દીધુ હતું. મહત્વની વાત તો એ છે કે, વૃદ્ધા પાસે જેટલી પણ મિલકત છે તે તમામ મિલકત તેઓ અલગ-અલગ સ્થળો પર દાન કરી રહ્યા છે.

આ વૃદ્ધ મહિલાનું નામ લાભુબેન ઠુમ્મર છે અને તે સાવરકુંડલાના શિવાજી નગરમાં રહે છે. લાભુબેનના પતિનું 12 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેઓના લગ્ન જીવનમાં કોઈ સંતાન નથી. તેથી તેઓ વૃદ્ધાવસ્થામાં એકલા રહે છે. પતિના અવસાન બાદ લાભુબેનને તેમના સાસરિયાઓએ તેમના હક મુજબ વારસામાં મળેલી જમીન આપી હતી. લાભુબેનને કોઈ સંતાન ન હોવાથી તેમણે મૃત્યુ પહેલા પોતાની તમામ સંપત્તિ અલગ-અલગ જગ્યાએ દાન કરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ લાભુબેને સ્વામિનારાયણ મંદિરમાં 51 લાખના ખર્ચે સુવર્ણ સિંહાસન બનાવ્યું હતું. અગાઉ આઠ લાખ રૂપિયાનો સોનાનો મુગટ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ ગૌશાળા માટે 1.25 લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, લાભુબેન ઠુમ્મરનું કુળદેવીનું મંદિર ચારોડિયા ગામમાં આવેલું છે અને તેમણે ત્યાં સાત લાખ રૂપિયાનું દાન પણ આપ્યું હતું. આટલી મોટી રકમ દાનમાં આપવા છતાં લાભુબેનને સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દાન કરવાનો વિચાર આવ્યો. તેણે હોસ્પિટલને 42 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લાલુભાઈ શેઠ સ્વાસ્થ્ય મંદિર કોઈ પણ વ્યક્તિની સારવાર માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને ગયા અઠવાડિયે જ તેમણે હોસ્પિટલને 42 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

લાભુબેન દ્વારા જે દાન આપવામાં આવી રહ્યું છે તે અલગ-અલગ જગ્યાએ પોતાની મિલકત વેચીને કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, લાભુબેન પાસે કોઈ રોકડ કે ઘરેણાં નથી અને તેઓ મિલકત વેચ્યા બાદ જે પણ રકમ મળે છે તે દાનમાં આપી દે છે.

લાભુબેનની બીજી ઈચ્છા છે કે તેઓ સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની સાથે કથા કરવા માંગે છે. તેમણે આ કાર્યક્રમ માટે 10 લાખ રૂપિયા અલગ રાખ્યા છે. તો બીજી તરફ લાભુબેન તેમના મૃત્યુ પહેલા જીવતા જગતિયું કરીને મોટાપાયે જમણવાર કરવાનો પણ વિચાર કરી રહ્યા છે. લાભુબેને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી પાસે કંઈ નથી. કારણ કે, મારો ભત્રીજો કંઈ લેવા તૈયાર નથી અને તેથી હું મારી થોડી મરણમૂડી બેંકમાં રાખીને બીજી બધી પ્રોપર્ટી દાનમાં આપું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *