મહેસાણામાં એક અનોખી પહેલ: પિતાનાં નિધન બાદ પુત્રો અને તેના પરિવારે આપી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ

Published on Trishul News at 6:13 PM, Mon, 12 February 2024

Last modified on February 12th, 2024 at 6:14 PM

Natural Tribute in Mehsana: આપણે ત્યાં કોઈ પણ સ્વજન જો સ્વાર્ગએ સીધાઈ ત્યારે આપણે ખોટા ખર્ચ અને સમાજમાં ખોટા દેખાવ કરતા હોઈ છીએ ત્યારે તેની વચ્ચે ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન નોરતાના પ્રથમ સોપાન શ્રીરામવન ખાતે પાટણના જાણીતા ડોક્ટર અને અગ્રણી ડો પરિમલ જાનીના સમગ્ર પરિવાર દ્વારા તાજેતરમાં જ દેવલોક પામેલ પોતાના પિતા લક્ષ્મીપ્રસાદ કાંતિલાલ જાનીના સ્મરણાર્થે(Natural Tribute in Mehsana) ઉપસ્થિત રહી પીપળો, ઉંબરો, વડ, લીમડો, બોરસલી, રાયણ, જાંબુડા, જામફળ, કદમ, કૈલાસપતિ, આસોપાલવ, સિંદૂર, ખેર, મહુડો, ખીજડો, કપોક, કચનાર, વાયવરણો, ગુંદા, આંબલી, નગોડ દેશીઆંબો ગરમાળા જેવા 88 દેશીકુળનાં વૃક્ષો વાવી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

વૃક્ષનારાયણને પગે લાગી શ્રદ્ધાંજલિ અર્પિત કરી
ઉલ્લેખનીય છે કે સ્વ. લક્ષ્મીપ્રસાદ જાનીના ત્રણે પુત્રો ચેતનભાઈ , રૂપેશભાઈ અને પરીમલભાઈ સહિત બધી જ વહુઓ , દીકરાઓ , બહેનો , ભાણેજો, ભત્રીજાઓ , બ્રહ્મસમાજ અગ્રણી વિનોદભાઈ જોષી , નોરતા સરપંચ વિજયભાઈ પટેલ સહિત 35 થી વધુ સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા અને દરેકે ભાવપૂર્વક મંત્રોચ્ચાર સાથે વૃક્ષો વાવ્યા અને જાતે પાણી પાવી વૃક્ષનારાયણને પગે લાગી શ્રદ્ધાંજલિ અર્પિત કરી.આ અનોખી શ્રધાનાંજલિ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પુરવાર કર્યું છે.આવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાથી ભગવાન ચોક્સ રાજી થઇ આપણા પૂર્વજોની આત્માની અચૂક શાંતિ આપે છે.

વૃક્ષઓના જતન પેટે પણ ખર્ચ આપવામાં આવ્યો
ડો.પરિમલ જાની દ્વારા પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે આ વૃક્ષોના નિભાવ ખર્ચ પેટે સંસ્થામાં 11000 રૂપિયા તથા પક્ષીઓને ચણ માટે 12 મણ દાણા આપવામાં આવ્યા અને સૌનો આભાર માનવામાં આવ્યો તથા સમાજને આ રીતે પુણ્યતિથિ , જન્મતિથિ કે લગ્નતિથિ પર વધુમાં વધુ દેશીકુળનાં વૃક્ષો વાવી ઉછેરવા આહવાન કરવામાં આવ્યું.

પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ આપી
પાટણ જિલ્લાના આર્યાવ્રત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા ઉપસ્થિત સૌને ધર્મવૃક્ષ આગળ બે મિનિટનું મૌન પળાવી ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પ્રશ્ન સામે પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવા સંદેશો આપી પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતાં. જાની પરિવારને પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ આપી સમાજને પ્રેરણા આપવા માટે બિરદાવવામાં આવ્યો હતો.